પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં રૂા. ૫.૫૫ લાખના ખર્ચે પ્રાકૃતિક ખેતીના નવા ૩૨ મોડેલ ફાર્મ બનશે
પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભ્યાન
૦૦૦
પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં રૂા. ૫.૫૫ લાખના ખર્ચે પ્રાકૃતિક ખેતીના નવા ૩૨ મોડેલ ફાર્મ બનશે
૦૦૦૦
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે વિવિધ આયોજન
૦૦૦૦૦૦૦
મોડેલ ફાર્મના માધ્યમથી ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું થતું સમાધાન
૦૦૦
પોરબંદર તા.૦૯ પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક ખેતીના વધુ ૩૨ નવા મોડેલ ફાર્મ બનાવવામાં આવશે. જેથી ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થશે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી વધુ સમૃદ્ધ બનશે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત કે જેઓ હરિયાણાના ગુરુકુલ કુરૂક્ષેત્રમાં પ્રાકૃતિક ફાર્મ ધરાવે છે અને તેઓના માર્ગદર્શન મુજબ રાજ્યભરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે ખાસ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને સમૃદ્ધ બની દેશના વિકાસમાં સહભાગી બને તેવા અભિગમ સાથે સરકારશ્રી દ્વારા ખેડૂતોના લાભાર્થે અનેકવિધ યોજનાઓ અમલી કરાવવામાં આવી છે. જેમાંની એક પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ બનાવવાની યોજનાનો લાભ પોરબંદર જિલ્લામાં ગત વર્ષે ૩૫ જેટલા ખેડૂતો મેળવી ચૂક્યા છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટશ્રી ડી.ડી. ત્રાડાની ટીમ દ્વારા જિલ્લામાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં અત્યારસુધીમાં ૩૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ માટે રૂા.૫.૫૦ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. ગત વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત પોરબંદર જિલ્લામાં કુલ રૂા. ૫,૫૪,૦૦૦ ના ખર્ચે ૩૫ મોડેલ ફાર્મ બની ચૂક્યા છે. તો વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજીત રૂા. ૫,૫૫,૦૦૦ ના ખર્ચે નવા ૩૨ મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ કરતી પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ જેવા આ મોડેલ ફાર્મ જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ વગેરે માપદંડ પર ખરા ઉતરે છે. આ મોડેલ ફાર્મ દ્વારા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થયું છે. આ યોજનાનો લાભ જે ખેડૂતો પોતાની ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતો લઈ શકશે. જે માટે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો પોતાનું આધાર કાર્ડ અને
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.