બરવાળાની ITI ખાતે પ્રવેશ ઇચ્છુક ઉમેદવાર માટે પ્રવેશની કામગીરી તા.૩૦ મી સપ્ટેમ્બર સુધી શરૂ

બરવાળાની ITI ખાતે પ્રવેશ ઇચ્છુક ઉમેદવાર માટે પ્રવેશની કામગીરી તા.૩૦ મી સપ્ટેમ્બર સુધી શરૂ


તા.૨૨ :- બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રના પ્રવેશની કામગીરી ચાલી રહી છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવાર પ્રવેશ લઇ શકે તે હેતુસર પ્રવેશની કામગીરી તા.૩૦/૯/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારે તાત્કાલિક ઔદ્યોગિક તાલીમ સંસ્થા,બરવાળાનો રૂબરૂ સંપર્ક કરવો. વધુ માહિતી માટે સંસ્થાનો એડમિશન હેલ્પલાઈન નં.૮૫૧૧૨૧૬૭૧૧ અથવા ૯૫૩૭૩૮૧૦૫૧ ઉપર સંપર્ક સાધવા બરવાળા ITI સંસ્થાના આચાર્યશ્રી તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »