દંપતિના ઝઘડામાં વચ્ચે પડેલ પડોશીઓ બાખડ્યા : પટેલબંધુ સહિત ત્રણને ઇજા

દંપતિના ઝઘડામાં વચ્ચે પડેલ પડોશીઓ બાખડ્યા : પટેલબંધુ સહિત ત્રણને ઇજા


રાજકોટ,તા. 23
એસઆરપી કેમ્પ પાસે ઝઘડી રહેલા દંપતીને સમજાવવા ગયેલા પડોશી શૈલેષ ભાટી અને તેના પિતાએ છરીથી હુમલો કરતા ભાવેશ વસોયા, દિવ્યેશ વસોયા અને જ્યોતિ પરમારને શરીરે ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા.
બનાવ અંગેની વધુ વિગત અનુસાર, એસઆરપી કેમ્પ પાસે ક્રિષ્નમ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ વસોયા (ઉ.વ.35)ગત રોજ રાત્રે તેની પત્ની સાથે ઝઘડો કરી ગાળો બોલતા હોઇ જેથી પડોશી શૈલેષ ભાટી અને તેના પિતા તેને સમજાવવા ગયા હતા ત્યારે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને શૈલેષ અને તેના તેના પિતાએ ભાવેશને છરી ઝીંકી દીધી હતી
જેને છોડાવવા વચ્ચે પડેલા દિવ્યેશભાઈ વસોયા (ઉ.વ.37), જ્યોતિબેન અજયભાઈ પરમાર (ઉ.વ.25)ને પણ છરી ઝીંકી દેતા ત્રણેયને શરીરે ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પીએસઆઈ બાલસરાએ ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત જ્યોતિબેન એક પહેલા જ ભાવેશભાઈના ઘરે તેના પતિ સાથે રહેવા માટે આવ્યા હતા તેમજ બન્ને પક્ષોએ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »