ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ
ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી રૈયાબેન મુળજીભાઈ મિયાણી નાં અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનાં નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. કે. એચ.બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. એચ. એસ. ખેરે પશુપાલકોને પશુ આરોગ્ય વિશે સમજૂતી આપી હતી. પશુ દવાખાના ગારીયાધારની સમગ્ર ટીમ અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારીશ્રી ડો. આર. આર. જાળેલા દ્વારા કામગીરી કરવામા આવી હતી. ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના કુલ ૩૦૫ લાભાર્થીઓને પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ, સ્વરછ દુધ ઉત્પાદન જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી મંગાભાઈ ઘોહાભાઈ બાબરીયા (ચેરમેનશ્રી, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ) તથા શ્રી રમેશભાઈ બાલાભાઈ ગોયાણી (ચેરમેનશ્રી, એ.પી.એમ.સી. ગારીયાધાર), શ્રી હરજીભાઈ વશરામભાઈ વણજારા, (સદસ્યશ્રી, જિલ્લા પંચાયત ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા.
ચિરાગ જાની
7623900594
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.