ટ્વિટર ઇન્ડિયાએ સરકારી એજન્ટ હાયર કરવાની ફરજ પડીઃ વ્હીસલ બ્લોઅર
- ટ્વિટરની સલામતી વ્યવસ્થા નબળી હોવાનો દાવો- ટ્વિટરના ભૂતપૂર્વ સિક્યોરિટી હેડે કંપની અંગે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન સમક્ષ વટાણા વેરી નાખ્યાનવી દિલ્હી : ટ્વિટરના ભૂતપૂર્વ સિક્યોરિટી ચીફનો આરોપ છે કે ભારત સરકારે સોશિયલ મીડિયા ફર્મને સરકારી એજન્ટને તેના પેરોલ પર લેવાની ફરજ પાડી છે, એમ વ્હીસલબ્લોઅરે અમેરિકન નિયમનકાર સમક્ષ જણાવ્યું હતું. પીટર મુડગે ઝેટકોએ યુએસ સિક્યો. એન્ડ એક્સ્ચેન્જ કમિશન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો તેની સાથે સુરક્ષા મોરચે ટ્વિટરની બીજી ક્ષતિઓની પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કેે ટ્વિટરના નબળા સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે સરકારી એજન્ટ યુઝરની સંવેદનશીલ માહિતી એક્સેસ કરી શકે છે. કંપનીના સૂત્રએ રોઇટર્સને જણાવ્યું હતું કે અગાઉ ટ્વિટરની અંદર પણ ભારત સરકાર સામે આ પ્રકારના આરોપ લાગી ચૂક્યા છે, પણ તેની આગળ વિગત તેમણે આપી ન હતી. આ અંગે ભારતના આઇટી મંત્રાલયની ટિપ્પણી તાત્કાલિક મેળવી શકાઈ નથી. ઝેટકોના આરોપો અંગે ટ્વીટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટ્વીટરની પ્રાઇવસી પોલિસી, ડેટા સિક્યોરિટીની પ્રણાલિ, સાતત્યતા, ચોકસાઈનો અભાવ અને મહત્વના સંદર્ભની ગેરહાજરી જેવા ખોટા નેરેટિવ ઊભા કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર હાલમાં તો ભારત સરકાર સામે કોર્ટમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહી છે. જુલાઈમાં તેણે સોશિયલ મીડિયા પરના કેટલાક કન્ટેન્ટ દૂર કરવાના સરકારના આદેશને ગણકાર્યા ન હતા. આ કેસની આગામી સુનાવણી ગુરુવારે થશે. ઝેટકોની ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ યુઝર્સ સમક્ષ આ વાત જણાવી નથી કે તેની એક્ઝિક્યુટિવની ટીમમાં સરકાર તેના એજન્ટને કંપનીના પેરોલ પર લાવવામાં સફળ થઈ છે. વોશિંગ્ટન પોસ્ટ રિપોર્ટે જણાવ્યું હતું કે ઝેટકોના દાવાના સમર્થનની માહિતી અમેરિકાના ન્યાય વિભાગના નેશનલ સિક્યોરિટી ડિવિઝન પાસે અને યુએસ સેનેટ સિલેકશન કમિટી ઓન ઇન્ટેલિજન્સ પાસે ગઈ છે. આ મહિને અગાઉ યુએસ કોર્ટે ટ્વિટરના ભૂતપૂર્વ મેનેજરની યુએઇ માટે જાસૂસી કરવા બદલ સજા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.