હવે કચ્છી લોકો માણશે “મેઇડ ઇન સરહદ ડેરી કચ્છ” વાળો આઇસ્ક્રીમ કોન નો સ્વાદ - At This Time

હવે કચ્છી લોકો માણશે “મેઇડ ઇન સરહદ ડેરી કચ્છ” વાળો આઇસ્ક્રીમ કોન નો સ્વાદ


ફેબ્રુઆરી-2024 માસ માં દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સરહદ ડેરી ના આઇસ્ક્રીમ પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવેલ. આ આઈસક્રીમ પ્લાન્ટ ની ક્ષમાત્ર 50 હજાર લિટર પ્રતિ દિન ની છે. આજ રોજ ચાંદરાણી સ્થિત આઇસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવીન ટેક્નોલૉજી ધરાવતા કોન ફિલિંગ મશીન નું અમૂલ ફેડરેશન ના વાઇસ ચેરમેન અને સરહદ ડેરી ના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ કોન મશીનનું વલમજીભાઈ એ પૂજાવિધિ કરીને બટન દબાવીને સ્ટાર્ટ કર્યું હતું. વલમજીભાઈ એ આપેલ માહિતી અનુસાર આ મશીન પ્રતિ કલાક માં 24000 આઇસ્ક્રીમ કોન બનાવશે. જેમાં 3 રોબોટિક પિક એન્ડ પ્લેસ મશીન પણ સામેલ છે. આઇસ્ક્રીમ કોન અમૂલ બ્રાન્ડ હેઠળ 40 ml, 100 ml, 120 ml સાઇઝ માં તથા વેનીલા, ચોકો અને બટર સ્કોચ ફ્લેવર માં એમાં કુલ વિવિધ 40 વેરાયટી માં માર્કેટ માં ઉપલબ્ધ થશે.

વધુ માં તેમણે જણાવેલ કે આજ થી કચ્છ ના તમામ લોકો “મેઈડ ઇન સરહદ ડેરી-કચ્છ” વાળો આઇસ્ક્રીમ કોન નો સ્વાદ માણશે. આ આઇસ્ક્રીમ કોન ગ્રાહકો નજીકના રિટેલ શોપ અને અમૂલ પાર્લર માં ઉપલબ્ધ હશે

અત્રે નોંધનીય છે કે આ આઇસ્ક્રીમ પ્લાન્ટ માં કેન્ડી, કુલ્ફી, અને આઇસ્ક્રીમ કપ, ટબ અને પાર્ટી પેક વગેરે વિવિધ આઇસ્ક્રીમ ની વેરાયટીઑ પણ અમૂલ બ્રાન્ડ હેઠળ અગાઉથી બની રહ્યા છે. તથા આ આઇસ્ક્રીમ ગુજરાત ના ભાવનગર, રાજકોટ, અમદાવાદ ડેપો સુધી મોકલવામાં આવી રહ્યા છે અને સાથે સાથે રાજસ્થાન માં જોધપુર સુધી ના વિવિધ ડેપો માં પણ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતો આઇસ્ક્રીમ મોકલવામાં આવી રહ્યો છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે આઇસ્ક્રીમ કોણ મશીન ના ઈન્સ્ટોલેશન માટે ગ્રામ કંપની-જર્મની ના એંજિનિયર ડેન, દૂધ સંઘ ના આસી. જનરલ મેનેજર નીરવ ગુસાઈ, દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ આઇસ્ક્રીમ પ્લાન્ટ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા તથા સૌએ એકબીજા ના મો મીઠા કરાવ્યા હતા.


+1917990935384
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.