બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tvxvnp2uumdfvqq9/" left="-10"]

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ પોલીસ

ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી, મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) નો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.
તા.૧૮/૦૩/૨૦૨૩ ના રોજ એક અરજદાર અત્રેના સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે આવેલ અને જણાવેલ કે, આજરોજ તા.૧૮/૦૩/૨૦૨૩ ના સવારના ના ક.૦૯/૪૫ થી ક.૧૦/૧૫ વાગ્યા દરમ્યાન તેઓ ત્રિકોણી ખોડીયાર થી રિક્ષામાં બેસી પાંજરાપોળ રોડ જતા રિક્ષામાં બેગ ભૂલી ગયેલ જેમાં લગ્નની ચણિયા-ચોલી તથા અન્ય કીમતી વસ્તુ જેની કિંમત આશરે રૂપિયા ૧૦,૦૦૦/- ની હોય અને ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી જેથી આ બાબતે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ ત્યારબાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી વાય.એન.ડાભી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ તથા આઉટસોર્સ એન્જીનીયરનાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ તેમજ ITMS સોફ્ટવેરની મદદથી રિક્ષાનો રજી.નં. GJ-01-CZ-6884 શોધી રિક્ષાચાલકને પકડી અરજદારને ભૂલી ગયેલ બેગ પરત અપાવેલ છે.
મુદામાલઃ-
રિક્ષામાં ભૂલી ગયેલ આશરે કિંમત રૂ. ૧૦,૦૦૦/- ની ચણિયા-ચોલીનું બેગ તથા અન્ય સામાન પરત અપાવેલ.

કામગીરીમાં જોડાયેલ અધિકારી કર્મચારીઓ:-
આમ ઉપરોકત કામગીરીમાં CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી(૧)અના.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ,(૨) અના.પો.કો. જયંતીભાઈ કાળુભાઈ પરમાર,(૩)આ.લો. જીલુભાઈ ગોરાભાઈ ગોલેતર,(૪) અના.વુ.પો.કો. કૈલાશબેન વલ્લભભાઈ વેલાણી,(૫)અના.વુ.પો.કો. જયાબેન મશરૂભાઈ જીડિયા,(૬)આ.સો.જુ.એન્જી. કિશનભાઈ કાળુભાઈ સાબવા,(૭)આ.સો.જુ.એન્જી. અશ્વિનભાઈ ભીખાભાઈ સોનગરા નાઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલ

Report By Asraf jangad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]