ખંઢેરીમાં રમનાર ૭ મીના મેચ અંગે જાહેરનામું : જામનગરથી આવતા વાહતો પડધરી-મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી ટંકારા થઇ રાજકોટ આવશે - At This Time

ખંઢેરીમાં રમનાર ૭ મીના મેચ અંગે જાહેરનામું : જામનગરથી આવતા વાહતો પડધરી-મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી ટંકારા થઇ રાજકોટ આવશે


બીજો રસ્તો પડધરી-નેકનામ-મીતાણા થઇ રાજકોટ આવશે એડી. કલેકટરનું જાહેરનામું ૭ મીના બપોરે ૪ વાગ્યાથી અમલવારી : મેચ જોવા જતા લોકોને આ જાહેરનામું લાગુ નહિ પડે

આગામી ૦૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભારત તથા શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટ મેચ પડધરી પોલીસ સ્ટેશનના હેઠળના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. મેચમાં આશરે ૩૦ હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે. આ સ્ટેડિયમ રાજકોટ- જામનગર હાઈવે રોડ પર હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.૦૭/૦૧/૨૦૨૩ ના બપોરે ૪ વાગ્યાથી તા.૦૮/૦૧/૨૦૨૩ના ૧ કલાક સુધી જામનગર થી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને ટ્રક,ટેન્કર, ટ્રેલર વગેરે પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી,ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ-મીતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન દ્વારા આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,રાજકોટ શ્રી કે.બી.ઠક્કર દ્વારા હુકમ કરવામાં આવેલ છે. આ હુકમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચના કામે ફરજ પર રોકેલા વાહનો, એસ.ટી બસ, સરકારી વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ જે લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસના આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડિયમ જતા હોય તેવા વાહન ચાલકોને અને ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.