મકરસંક્રાંતિ પૂર્વે જીવદયા સામાજીક સંસ્થા અને મણીનગર પોલીસની જીવદયાની સરાહનીય કામગીરી. - At This Time

મકરસંક્રાંતિ પૂર્વે જીવદયા સામાજીક સંસ્થા અને મણીનગર પોલીસની જીવદયાની સરાહનીય કામગીરી.


આજ તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ સવારે ૧૦ થી ૧૨.૩૦ કલાક સુંધી દ્વિચક્રી વાહન ચાલકો ના ગળા ને પતંગ ની દોરી થી થતાં અકસ્માત રોકવા અને વાહન ચાલકોના જીવ બચાવવા ના હેતુસર આશરે ૩૦૦ થી વધારે થ્રેડ પ્રોટેક્ટર ( સળીયા ) દ્વિચકકી વાહનો માં નિશુલ્ક ફીટ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો,

આ જીવદયા નો કાર્યક્રમ અમદાવાદ ના મણિનગર વિધાનસભા વિસ્તારમાં અનેક વર્ષો થી કાર્યરત એવી જયહિંદ સેવા સમિતી ના કર્મઠ કાર્યકરો અને મણિનગર પોલીસ સ્ટેશન ના સહયોગ અને પ્રથમ પો.ઈ.ઉનડકટ સાહેબ ના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન ના કર્મીઓ તથા અધિકારીઓ તથા સંસ્થાના કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ કામ ઉતરાયણ પૂર્વે જીવદયા ની આ સરાહનીય કામગીરી ને પરિપૂર્ણ કરી હતી,

આજ રીતે ઉતરાયણ પૂર્વે સમગ્ર ગુજરાતમાં મોટા શહેરોમાં ગુજરાત પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી તુક્કલ ઉપર પ્રશાસન દ્વારા રોક લગાવી ગુના દાખલ કરવા નું શરુ કરેલ છે અને ઉતરાયણ પહેલાં સમગ્ર ગુજરાતમાં મોટા શહેરોમાં , જિલ્લા, તાલુકા અને નાના ગામો, નગરો અને કસબ્બાઓ માં જીવદયા, સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો, અને ગુજરાત પોલીસ દ્વારા દોરી થી થતાં અકસ્માત ની ઘટનાઓ રોકવા/ઓછી થાય એ માટે દ્વિચક્રી વાહન ચાલકો ના ગળા ને પતંગ ની દોરી બચાવવા ના હેતુ થી નિશુલ્ક થ્રેડ પ્રોટેક્ટર ( સળીયા ) ફીટ કરવાના કાર્યક્રમો અનેક વિસ્તારો માં કરવામાં આવી રહ્યા છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.