અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી - At This Time

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી


અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી

આજરોજ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ ધનાણી દ્વારા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી

આ કારોબારીની મીટીંગમાં અમરેલી જિલ્લા યુવકો કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારો ને તેમના નિમણૂક પત્રો આપી અને નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માનિત કરી અને સાથે સાથે તેમને યુવક કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા આહવાન કરવામાં આવ્યુ હતુ જેમાં આવનારા દિવસોમાં યુવક કોંગ્રેસે પોતાનો સંગઠન બુથ વાઈઝ તૈયાર કરવાનુ આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુંત્યારબાદ ભરૂચમાં બળાત્કાર નો ભોગ બનેલી નિર્ભયા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કસુરવારને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી

હાલ ગુજરાતના યુવાનોમાં વધતી જતી બેરોજગારીને કારણે યુવાનો નશો કરવા તરફ આગળ વધી રહ્યા છે તેને રોકવા યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ઉજવળ બને તે હેતુથી સમગ્ર રાજ્યમાં મુહિમ ચલાવવામાં આવેલ છે કે “નોકરી દો નશા નહીં “આ મોહિમના માધ્યમથી બેરોજગાર યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે તેમજ યુવાનોને નશો કરવાની લત થી દૂર રહે તે હેતુથી યુવક કોંગ્રેસ દ્વારા સરકારની વિરુદ્ધ વિવિધ કાર્યક્રમો આપવાનો નક્કી કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં ગુજરાત એને એસ યુ આઈ ના પૂર્વ પ્રમુખ આદિત્ય શ્રી ગોહિલ મુજજફર હુશૈન સૈયદ શરદભાઈ ધાનાણી ,કેતનભાઇ ખુમાણ, હસુભાઈ બગડા, જગદીશભાઈ તળાવિયા,શ્વિનભાઈ ધામેલીયા, શાંતિભાઈ રાણવા, યુથ કોંગ્રેસ મહિલા વિગના પ્રદેશ પ્રમુખ વૈશાલીબેન, નરેશભાઈ અધ્યારૂ, મીનાબેન સોન્ડાગર ,રફિકભાઈ મોગલ ,રવજીભાઈ મકવાણા, સરપંચ ભરતભાઈ હપાણી, રવિરાજભાઈ યુવરાજભાઈ વરૂ , જયરજભાઈ ખુમાણ સહિતના યુવક કોંગ્રેસના કાર્યકરો વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયેલા હતા તેમજ યુવક કોંગ્રેસના મહિલા વિંગના અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ તરીકે દક્ષાબેન ચૌહાણ વિશાળ મહિલાઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ તમામ કાર્યકર્મ સફળ બનાવનાર કાર્યકરોનો અંતમાં આભાર માની અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.