બરવાળા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી અલ્પાબેન મકવાણા તેમજ જિલ્લા પી.એસ.ઇ.ઇન્સ્ટ્રકટર,મુખ્યસેવીકા સાથે બરવાળા ઘટકની બેલા કેન્દ્ર - 2 ના આંગણવાડી બાળકોને બેલા પ્રાથમિક શાળાના પ્રજ્ઞા વર્ગની મુલાકાત કરાવવામાં આવી હતી

બરવાળા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી અલ્પાબેન મકવાણા તેમજ જિલ્લા પી.એસ.ઇ.ઇન્સ્ટ્રકટર,મુખ્યસેવીકા સાથે બરવાળા ઘટકની બેલા કેન્દ્ર – 2 ના આંગણવાડી બાળકોને બેલા પ્રાથમિક શાળાના પ્રજ્ઞા વર્ગની મુલાકાત કરાવવામાં આવી હતી


બોટાદ જિલ્લાના ના બરવાળા ના બેલા કેન્દ્ર 2 ના આંગણવાડી ના બાળકોને પ્રજ્ઞા વર્ગની તમામ વસ્તુ જેમાં શિક્ષક દ્વારા ચાર જૂથ શિક્ષક જૂથ,સહપાઠી જૂથ,સ્વ અધ્યયન જૂથ,મૂલ્યાંકન જૂથ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ ત્યાં વર્ગમાં ઘોડામાં મુકવામાં આવતા પુસ્તક , કાર્ડ ધ્વારા ભણાવવામાં આવે છે તે બાળકોને બતાવવામાં આવ્યા હતા ,લેડર માં આપેલ એકમ ની સમજૂતી , ત્યાંના ટી.એલ.એમ.વિશે ત્યાંના શિક્ષકશ્રી દ્વારા સમજ આપવામાં આવી હતી.
પ્રજ્ઞા વર્ગના બાળકોએ આંગણવાડીના બાળકોને અભિનય ગીત,જોડકણાં,બાળગીત ગવરાવ્યાં હતા.
શાળાના બાળકોએ આંગણવાડીના બાળકો સાથે મળીને પ્રવૃત્તિ કરી હતી.
પ્રજ્ઞા ક્લાસ મા રહેલ આકરોની, રંગ વિશે બાળકોને સમજ આપવામાં આવી હતી.
શાળાના આચાર્ય તેમજ શિક્ષકશ્રી દ્વારા ખૂબ સારો સાથ સહકાર મળ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »