સંતરામપુર પોલીસ હદ વિસ્તારમાંથી જીલ્લા એલસીબી પોલીસે રૂપિયા 1.79.000 નો દારુ ઝડપ્યો. - At This Time

સંતરામપુર પોલીસ હદ વિસ્તારમાંથી જીલ્લા એલસીબી પોલીસે રૂપિયા 1.79.000 નો દારુ ઝડપ્યો.


સંતરામપુર પોલીસ હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર દારૂ લઈ જવાના વધતાં બનાવોથી આ વિસ્તાર દારુની હેરાફેરી કરનારાઓ માટે આશીર્વાદ રૂપ જોવા મળે છે.
મહિસાગર જીલ્લા એલસીબી શાખાને મળેલ બાતમીના આધારે રેંજ આઈજીપી ગોધરાને જીલ્લા પોલીસ વડા મહિસાગરની સુચનાને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર ધોરડા ને પો.સ.ઈ.મકવાણાને સ્ટાફ સંતરામપુર થી લુણાવાડા રોડ પર વોચમાં ગોઠવાયેલ હતો તે દરમયાન સંતરામપુર તરફથી બાતમી વાળો ટેમ્પો આવતાં ચુંથાનામુવાડા નજીક એલસીબી પોલીસે આ ટેમ્પાને ઈશારો કરીને ઊભો રખાવેલ ને આ ટેમ્પાની તલાશી લેતાં ટેમ્પામાં ચોરખાનું બનાવીને તેમાં દારુની વ્હીસ્કીની અને બીયરની બોટલો કુલ નંગ. 1326.કિંમત રૂપિયા 179000 ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ એક મોબાઈલ કીંમત રુપિયા પાંચ હજારનો તથા ટેમ્પો 407.નં.જીજે. 03.u.7880.કીંમત રુપિયા. 1.50.000નો મલી ને કુલ મુદ્દામાલ રુપિયા 3.37.090.નો પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને કબજે કરેલ છે.
આ ગુનામાં એલસીબી પોલીસે શીવસીંહ રાયસીંહ ચુડાવત રહે. દેવલાખુદ તા.સલુમબર. જીતેન્દ્રસિંહ સીસોદીયા. રહે. હાલ આશપુર ને કાળુભાઇ પગી રહે.પાટડા તા.વીરપુર. નાઓ વિરુધ્ધ પ્રોહીબીશનનો ગુનો દાખલ કરેલ છે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon