પત્રકાર એકતા પરિષદ વિશ્વની સૌથી મોટી પત્રકારોની સંસ્થા પત્રકાર એકતા પરિષદનું ભાવનગર બોટાદ જિલ્લા અધિવેશન યોજાયું હતું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tumtvqrnwabk6zhu/" left="-10"]

પત્રકાર એકતા પરિષદ વિશ્વની સૌથી મોટી પત્રકારોની સંસ્થા પત્રકાર એકતા પરિષદનું ભાવનગર બોટાદ જિલ્લા અધિવેશન યોજાયું હતું.


આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું.

વિશેષમાં મારૂતિ ઇમ્પેક્સ ના શ્રી દિનેશભાઈ અને શ્રી સુરેશભાઈ સહિત ભાવનગરથી ખ્યાતનામ બનેલા અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર શ્રી ઇમદાદભાઈ , જહિદભાઈ ભરૂચા, રઉફભાઈ લાખાણી , હુજેફાભાઈ હાલારી પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ વ્યંઢળ સમાજના અનિતા ફૂઈબા ની હાજરી એ સામાજિક અને પ્રાસંગિક કાર્યક્રમોમાં નવો ચીલો ચાતર્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત ભારતીય સંસ્કૃતિ ને સનુસરી મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગ્યત કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો.

આ સંગઠન ના પ્રણેતા અને સ્થાપક એવા મર્હુમ સલીમભાઈ બાવાણીને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.

ઈશિતાબેન ચૌહાણ અને તેમની ટીમ દ્વારા તલવાર રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી
કાર્યક્રમ ની શોભા વધારી હતી.

ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત મહેમાનો નું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી બહુમાન કરાયું હતું.

વિશેષમાં સામાજિક સંસ્થાઓ ના અગ્રણી લાભુભાઈ સોનાણી અંધ ઉદ્યોગ શાળા, અશ્વિનભાઈ પંડ્યા, pnr સોસાયટી, કે.કે. ગોહિલ ચેરમેન ડિસ્ટ્રિક કો. ઓ. બેંક, મહેન્દ્રસિંહ સરવૈયા, સરપંચ યુનિયન પ્રમુખ, નિકુલસિંહ સરવૈયા હોટલ નંદિની, સહિત આગેવાનો નું પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુમાન કરાયું હતું.

પત્રકાર એકતા પરિષદના અન્ય જિલ્લાઓમાંથી ઉપસ્થિત પ્રદેશ, ઝોન પદાધિકારી અને જિલ્લા પ્રમુખશ્રી તેમજ તેમની ટીમનું પણ વિશેષ બહુમાન કરાયું હતું.

પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા દ્વારા સંગઠન ની સ્થાપના,હેતુ,સફળતા,ગાઈડ લાઈન કેટલા સ્તર નું સંગઠન નું માળખું છે, વૈશ્વિક કક્ષાનું આ પત્રકાર સંગઠન નજીક ના દિવસો માં વર્ડ રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યા ની જાણકારી આપી હતી,તેમજ મહિલા વિગ ના સ્ટેટ પ્રેસિડેન્ટ કાજલ વૈષ્ણવે મહિલાઓ નું પત્રકારત્વ માટે યોગદાન ની છણાવટ કરી,સંખ્યા વધારવા,સંગઠન માં જોડાવા હાકલ કરી હતી,પ્રદેશ અધ્યક્ષ દ્વારા મહિલા સેલમાં ભાવનગર જિલ્લા ના બે મહિલા પત્રકારો ને નિયુક્તિ જાહેર કરી હતી જેમાં અસ્મિતા રાજેશ જોશી ને મહિલા સેલ માં પ્રદેશ મંત્રી,મનીષા બેન રત્નાણી ને મહિલા સેલ માં પ્રદેશ સહ મંત્રી તરીકે નિમણૂક આપી હતી,તેમજ સ્ટેટ લીગલ સેલ માં ભાવનગર ના એડવોકેટ શ્રી દિપકભાઈ પંડ્યા,નિકુંજ ભાઈ ગોહેલ, શ્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ, શ્રી નીતિનભાઈ ત્રિવેદી, શ્રી જેહાનભાઈ પરમાર ને લીગલ સેલ પ્રદેશ સમિતિ માં નિમણૂકો જાહેર કરતા ઉપસ્થિત પત્રકારો એ તાળીઓ ના નાદ સાથે સૌનું બહુમાન કર્યું હતું..
સમગ્ર કાર્યક્રમ ના સાક્ષી બનવા ખાસ પધારી પત્રકારો ને પ્રોત્સાહિત કરવા વી.ટી.વી ના શ્રી નીતિન સોની, ટી.વી. નાઈનના શ્રી અજિત ગઢવી,જી એસ ટી.વી ના શ્રી અરવિંદ ભટ્ટી,એ.બી.પી ના શ્રી પાર્થ મજેઠીયા સહિત વરિષ્ઠ પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,જિલ્લા ના હેડદેદરો ને નિયુક્તિ પત્રો સાથે ગિફ્ટ અને બુકે આપી પ્રદેશ અગ્રણીઓ દ્વારા સન્માનિત કર્યા હતા. જોકે ગિફ્ટ અને ભોજન ની સુંદર વ્યવસ્થા ઉપસ્થિત તમામ પત્રકારો,હોદ્દેદારો મહેમાનો માટે મારુતિ જેમ્સ દ્વારા કરવામાં આવી હતી,ઉપરાંત પ્રદેશ ના ઉપપ્રમુખ અને સત્તા એક મહિના થી ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી સંભાળતા શ્રી ગીરવાનસિહ સરવૈયા દ્વારા પણ મિત્રોના સહયોગ થી એક ગિફ્ટ તમામ માટે આપવામાં આવી હતી.
છેલ્લે ભાવનગર બોટાદ ના પત્રકારો ની હાજરી ને પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ પોતાના ધારદાર પ્રવચન માં સલીમ ભાઈ બાવાણી નું મિશન પૂર્ણ કરી સાચી શ્રધ્ધાંજલિ આપવા મળેલી સફળતા માં નાના મોટા સૌ નો ગુજરાતના ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકા માં મળેલ સહયોગ,૧૨ ઝોન ની ટીમની મહેનત રંગ લાવી હતી,માત્ર સંગઠન નહિ,સમસ્યાઓ પણ ખૂબ હતી,સમસ્યાઓ સામે લડતા લડતા,સંગાથ અને સરકાર સમક્ષ વારે વારે પત્રકારો ની સમસ્યાઓ રજૂ કરી,ટેબલ ટોક થી સી.આર.પાટિલ સાથે સમસ્યાઓ ના ઉકેલ માટે મળેલ સહયોગ સુધીની વાત રજૂ કરી હતી,આ સંસ્થા ગુજરાત માં સૌથી મોટું સામાજિક સંગઠન છે,પત્રકારો નું તમામ રાજ્ય ની તુલના માં સૌથી શ્રેષ્ઠ સંગઠન છે,એટલું જ નહિ વિશ્વના ફલક ઉપર ૫૦૦૦ કરતા વધુ પત્રકારો જોડાયેલા હોય તેવું એક માત્ર સંગઠન છે,જે ટુંક સમયમાં વર્ડ બુક ઓફ રેકોર્ડ સર કરવા તૈયારી કરી રહ્યું છે..
કાર્યક્રમ ને સફળ બનાવવા ના સહયોગીઓ,દાતાઓ,જોડાનાર વકીલો,મહિલા પત્રકારો,રાજ્યભરની માંથી ઉપસ્થિત સૌ હોદ્દેદાર પત્રકારો, જિલ્લા ના તમામ હોદ્દેદારો પત્રકારો,તાલુકા ની તમામ ટીમ ના સહયોગ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..ઘર આંગણે સામૈયું કરી સ્વાગત કરનાર જિલ્લા ટીમ તેમજ ટીમ આઇ ટી સેલ સમિર બાવાણી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો...

કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી તેમજ ટીમ ભાવનગર મોહસીનાભાઈ સુમરા , શોએબભાઈ લોહિયા, આસિફભાઈ પઠાણ, નીરજભાઈ ડાભી, હરદિપભાઈ જોશી, જુબેરભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ મકવાણા, ફૈઝાનભાઈ બાવાણી, નઈમભાઈ બેલીમ, ફિરોઝ ભાઈ સેલોત, ફિરોઝ ભાઈ મલેક, ગૌતમભાઈ ગૌસવામી, અસ્લમભાઈ પઠાણ, રવિભાઈ કહાર, આયુબભાઈ રાઠોડ, પંકજભાઈ મકવાણા, દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમ ના અંતે સ્વરુચી ભોજન લઇ સૌ છુટ્ટા પડ્યા હતા.

પ્રદેશ આઇ.ટી.સેલ. અધ્યક્ષ
સમીર સલીમભાઈ બાવાણી

રિપોર્ટ બાય.
મોઇન નાગોરી
વંથલી....
વંથલી તાલુકા પત્રકાર એકતા પરિષદ
(મહા મંત્રી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]