લ્યો બોલો...ASI ઉવાચ...આ તો સેમ્પલ નો દારૂ છે..(જીતેન્દ્ર ઠાકર ઉના) - At This Time

લ્યો બોલો…ASI ઉવાચ…આ તો સેમ્પલ નો દારૂ છે..(જીતેન્દ્ર ઠાકર ઉના)


ઉનામાં ઉના ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારનો દારૂનો નાશ કરતી વખતે ગીર ગઢડા પોલીસની ખાનગી કારમાંથી જ મળી આવ્યો મોટા પ્રમાણમાં દારૂ...

ગીર પોલીસના ASI ની ખાનગી કાર માંથી દારૂ મળી આવતા જાગૃત પત્રકારોએ રહેલા ઉના DYSPને આ અંગે જાણ કરેલ..

DYSP ને જાણ કરાતા ASI મનુ વાજા દોટ મૂકી કાર લઈ નાશી જવા કર્યો હતો પ્રયાસ...

ત્યારે પત્રકારો દ્વારા આ કાર ના દરવાજા ખોલાવતા બે કોથળા અને બે બેગ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો...

"ASI પોલીસ મનુ વાજા નું આ દારૂનો જથ્થો સેમ્પલ હોવાનું રટણ ..."

જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ મનુ વાજાને ગીર સોમનાથ હેડ ક્વાર્ટર ખાતે મોકલી દેવાયો...

આટલી મોટી માત્રામાં આ પોલીસ કર્મીની ખાનગી કાર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છતાં પણ હજુ સુધી ગુન્હો દાખલ થયો નથી....

ASI મનુ વાજા ની કારની નજીક ઝાડીઓમાંથી પણ દારૂ મળી આવેલ.તે દારુ કોનો તે પણ એક સવાલ છે , પત્રકારો આવી જતા દારૂ ઝાડીમાં ફેંકી દેવામાં આવ્યો તે પણ તપાસ નો વિષય છે.

દારૂ નો નાશ કરતી વેળાએ દારૂની ગણતરી કરવામાં આવી હશે કે કેમ ?

બ્રાન્ડેડ સારી બોટલ કોના માટે કાઢવામાં આવી હતી આવા અનેક સવાલો ઉભા થાય છે.


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image