ચારથી વધુ ઈ-મેમો મેળવનાર શહેરનાં વધુ – 50 વાહન ચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરી દેવા નોટીસ ફટકારાઈ
રાજકોટ શહેરમાં ટ્રાફિકનાં નિયમોનાં ભંગ બદલ ચાર કે તેથી વધુ ઈ-મેમો મેળવનાર વાહનધારકો સામે આર.ટી.ઓ તંત્રએ તવાઈ ઉતારી છે. અને વધુ 50 જેટલા વાહનધારકોને ડ્રાયવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાની નોટીસો ફટકારી છે.
આ અંગે આર.ટી.ઓ.અધિકારી કે એમ.ખમેડનાં જણાવ્યા મુજબ અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ કુલ 609 વાહનોની વિગત વાળું લિસ્ટ કચેરીને મળેલ છે જેમાં થી 22 વાહન માલિકોને લાઇસન્સ સસ્પેન્ડ માટેની નોટિસ આપી ને 10 દિવસમા રૂબરુ હાજર રહેવા જણાવેલ છે અને દિન 10મા હજર નહી રેહનારનું લાઇસન્સ એક તરફી નિર્યણ લઇ સસ્પેન્ડ કરી દેવામાં આવસે.22 વાહના માલિકોને કુલ 160 ઈ-ચલન ન ભરવા હેતુ થી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
રાજકોટ શહેર ખાતે વિવિધ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને CCTV દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે ઈ- ચલણ આપવામાં આવે છે. જેમાં વર્ષ 2022 અને 2023ના ઈ-ચલણ પૈકી એન.સી.કેસ પોલીસ દ્વારા ટ્રાફિક કોર્ટમા દાખલ કરવામાં આવેલ હતા. અને કોર્ટ દ્વારા વાહન ડિટેઇન અને લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા જણાવેલ હતું.
જેથી વાહનના વાહન માલિક અથવા તો અન્ય વ્યક્તિ / ડ્રાઈવર દ્વારા બેજવાબદાર અથવા તો ઈરાદા પૂર્વક વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ બદલ 4 કે તેથી વધારે ઈ ચલણ આપવામાં આવેલ હોય તેવા વાહન માલિક અથવા વાહન ચાલાક ના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રેની રાજકોટ આર ટી ઓ દ્વારા કરવામાં આવેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.