મુસ્લિમ એકતા મંચ અમરેલી ટીમ દ્વારા કલેક્ટર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ttlwg3seogq0jdnq/" left="-10"]

મુસ્લિમ એકતા મંચ અમરેલી ટીમ દ્વારા કલેક્ટર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


*ભાજપ ના પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જીંદાલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ*

ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપ ના પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ આજરોજ *મુસ્લિમ એકતા મંચ અમરેલી* ટીમ દ્વારા કલેકટર સાહેબ મારફત ગુજરાત રાજ્યપાલ સાહેબ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.આવેદન પત્ર માં જણાવેલ છે.કે લાઈવ ટીવી ડિબેટ દરમિયાન ભારતીય જનતા પાલટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા તથા જીંદાલ દ્વારા અમારા પૈગમ્બર હજરત મુહમ્મદ મુસ્તફા(સ.અ. વ)ની ગુસ્તાકી કરવા બદલ અમોની ધાર્મિક લાગણી દુભાયેલ છે અને ગુસ્તાકી કે વર્ગવિગ્રહ ઉભા કરવાના પ્રયત્નો ને અમો સખ્ત શબ્દોથી વખોડી કાઢીએ છીએ અને આવા બનતા બનાવો ને અટકાવવા સરકાર તરફથી કાર્યવાહી કરી કાયમી નસ્યત મળે તેવી કાર્યવાહી કરવા વિનંતી.અને ભારતીય જનતા પાલ્ટી ભારત ના લોકોની માફી માંગે અને સરકાર તરફથી એવી કાર્યવાહી કે પગલાં ભારે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજ કે જ્ઞાતિ કે ધર્મ નું અપમાન કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરી કાયમી નસ્યત કરે તે હેતુથી સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નૂપુર શર્મા તેમજ અન્ય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેની ધડપકડ કરી કડક માં કડક સજા મળે તેમ અંતમાં જણાવેલ હતું જેમાં

સાહિલખાં બ્લોચ,તન્જીલ ચૌહાણ, હનીફભાઈ કુરેશી (વકીલ), અક્રમભાઈ કાજી, અબ્દુલભાઇ, ઉવેસભાઈ બ્લોચ, અનીસભાઈ ભટ્ટી, મુસ્તાક કાજી, અકીલ મકવાણા અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા..

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]