વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડનગર દ્રારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ttk2zhljv3u2jcge/" left="-10"]

વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડનગર દ્રારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.


વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડનગર દ્રારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને જનરલ હોસ્પિટલ વડનગર તથા મેડિકલ કોલેજ દ્રારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો

રક્તદાન એ મહાદાન છે એવું કહેવાય છે કે જયારે જયારે કોઈ પણ માનવી મોટી બીમારી અથવા ઓપરેશન કરવામાં આવે ત્યારે લોહી ની બોટલ જરૂરિયાત પડે છે. ત્યારે આમ તેમ કોઈપણ દર્દીઓ ના સગા સંબંધીઓ લોહી ની બોટલ માટે આમ તેમ દોડવું પડે છે. અને પાછું વોટશોપ પર પણ ઘણી વખત લોહી ની બોટલ માટે મેસેજ જોવા મળે છે. એટલે ધણી વખત દુઃખ થાય છે. કે માનવી કેટલો લાચાર હોય છે. તે રૂબરૂ અનુભવ પણ કર્યો હતો.
તેથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન (જન્મભૂમિ) માં ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે વડનગર નો વારસા નીઉજવણી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને જી. એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વડનગર તાલુકા આરોગ્ય ના કર્મચારીઓ તથા પોલીસ જવાનો, જનરલ હોસ્પિટલ સલામતી સીક્યુરીટી ના જવાનો, મેડિકલ કોલેજ ના વિદ્યાર્થીઓ પોતાનું લોહી નું દાન આપી ને માનવ માનવ ને આ રીતે મદદ કરી શકે તે વો અભિગમ રાખી ને આ રક્તદાન કેમ્પ માં સહભાગી બન્યા હતા. તેથી કોઈ પણ માનવજીવ બચે તે માટે પૂર્ણ હ્રદયભાવ થી લોહીનું દાન કર્યું હતું. જે લોકો રક્તદાન કરતા હતાં ત્યારે મુખાવિદ પર આનંદ નો અનુભવ જોવા મળતો હતો. તેથી ૧૦૦ થી ૧૫૦ થી વધુ લોહી ની બોટલ નું દાન મળે તેવો અંદાજ છે.
જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને જી.એમ.ઈ.આર. એસ મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્પિટલ દ્રારા રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું તે માં એક મોટી જાહેરાત કરવામાં આવી હતી કે દર મહિના ના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પ યોજાયો છે. તેમાં જેને પણ લોહી નું દાન કરવું હોય તે કરી શકશે તેથી વડનગર શહેર તથા વડનગર ,વિજાપુર, ખેરાલુ, સતલાસણા એમ ચાર તાલુકા ની પ્રજાજનો ને લોહી લેવા વિસનગર અને મહેસાણા સુધી લાંબા અંતર સુધી જવું પડતું હતું તે હવે જવું નહી પડે કારણ કે હવે થી લોહી ની બોટલ હવે વડનગર જનરલ હોસ્પિટલ ખાતે મળી રહેશે. તેવું જીલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્રારા જાહેર કરવામાં આવ્યું હતું અને તેમનાં અર્થાક પ્રયત્ન છે કે પ્રજાજનો ને લોહી ની બોટલ માટે આમ તેમ દોડવું ના પડે તેથી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્તદાન કરતા હોય તેવા માનવીઓ એક પરમ પિતા પરમેશ્વર ની સેવા જ કહેવાય અને માનવી માનવ થાય તો ધણું એવો। ઉપદેશ છે. આ પ્રસંગે ઉંઝા મત વિસ્તાર ના ધારાસભ્ય કિરીટભાઈ કેશવલાલ પટેલ વધુ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન હોય તથા રાજા હોય કે રંગ હોય પછી સામાન્ય માણસ હોય પણ દરેક આ ફની દુનિયા છોડી ને જવા નું છે. બસ દરેક માનવી સાથે પ્રેમભાવ તથા સદભાવના રાખીને સંગઠન નું કામકાજ કરો દરેક સામાન્ય માણસ ની વાત સાંભળો અને પ્રશ્નો નું નિરાકરણ લાવો તો જ પ્રભુ પરમેશ્વર રાજી રહશે અને આ રક્તદાન કેમ્પ કરવા થી પ્રજાજનો સારો એવો લાભ મળે છે. તેની સાથે રક્તદાન કેમ્પ મુખ્ય મહેમાન સોમભાઈ મોદી એ પણ કહ્યું હતું કે હવે થી વડનગર શહેર તથા તાલુકા ના ગામડા અને વિજાપુર, ખેરાલુ, સતલાસણા તાલુકાના વિસ્તારમાં લોહી લેવા દોડવું પડતું હતું તે હવે દોડવું નહીં પડે વડનગર જનરલ હોસ્પિટલ માં લોહી મેળવી ને દર્દીઓ ને સરળતા થી લોહી મળી શકશે અને વડનગર જનરલ હોસ્પિટલ નું કામકાજ ખૂબ આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિત માં મુખ્ય મહેમાન સોમાભાઈ મોદી, મહેસાણા જિલ્લાના એસ.પી અચલ ત્યાગી , જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી(D.D.O) ડૉ. ઓમપ્રકાશ ,મહેસાણા આરોગ્ય વિભાગ ના અધિકારી મહેશભાઈ કાપડીયા, વડનગર મામલતદાર રોહિત ડી અધારા ,વડનગર જનરલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષદ ભાઈ પટેલ, મેડિકલ ના કર્મચારીઓ, વડનગર શહેર તથા તાલુકા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ, જનરલ હોસ્પિટલ કર્મચારીઓ, વડનગર નગરપાલિકા પ્રમુખ જાગૃતિ બેન વ્યાસ, ઉપપ્રમુખ કાનજી ભાઈ ,તથા નગરસેવક ધેમરોજીભાઈ, ગરીશભાઈ , વિનોદ ભાઈ પટેલ તથા વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી,વડનગર શહેર મંત્રી જીગર ભાઈ પટેલ ,સહમંત્રી જીતુભાઈ પ્રજાપતિ તથા વડનગર શહેર તથા તાલુકા અને ખેરાલુ ના ભાજપ ના હોદેદારો અને અનેક અગ્રણી મહાનુભાવો ની આ રક્તદાન કેમ્પ માં હાજર રહ્યા હતાં અને આ ક્રાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]