"ગીરગઢડા ઊના રોડને પહોળાઈ સાથે નવીનીકરણ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન" (જીતેન્દ્ર ઠાકર ઊના) - At This Time

“ગીરગઢડા ઊના રોડને પહોળાઈ સાથે નવીનીકરણ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન” (જીતેન્દ્ર ઠાકર ઊના)


ઉના નાં ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ( કે.સી.રાઠોડ ) દ્વારા , ઉના ગીર ગઢડા રોડ ઉપર ઉના શહેરી વિસ્તાર માં 1.6 KM અને ગીર ગઢડા ગ્રામ્ય વિસ્તારમાં 04 KM - 33 ફુટ પહોળાઈ ના રોડ માટે રૂ. 3.31 કરોડ મંજૂર કરાવેલ છે.

આજ રોજ ધારાસભ્ય ના સૂચન મુજબ ગીર ગઢડા મુકામે તાલુકા પંચાયત પ્રમુખ પ્ર. પ્રવીણભાઈ સાંખટ , તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલીયા , તાલુકા પંચાયત સદસ્ય ઉકાભાઈ વાઘેલા ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, દકુભાઇ દોમડીયા, કે.સી. રાજપૂત, રાકેશભાઈ,હાર્દિકભાઈ પાનસુરીયા, રસિકભાઈ બાંભણીયા, કરણુભાઈ, ગીર ગઢડા વેપારી મંડળ ના આગેવાનો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image