રાજકોટ જિલ્લાના 64 આરોગ્ય કેન્દ્ર પાસે છે ટચુકડા ECG મશીન,રિપોર્ટ પણ વ્હોટ્સએપમાં મળી જશે
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાના 64 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ECGની સુવિધા ઉપલબ્ધ બનશે.
આ અંગે DDO દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને યંગ ઇન્ડિયન નામની સંસ્થાના રાજકોટ ચેપ્ટર દ્વારા આ મશીનો આપવામાં આવ્યા છે. મશીનની સાથો સાથ તાલીમ તેમજ નિષ્ણાંત તબીબોની સેવા પણ આપવામાં આવશે. આ નવા ઈસીજી મશીનની સાઈઝ માત્ર કોમ્પ્યુટરના માઉસ જેટલી જ છે. ત્યારે ECGના રિપોર્ટ મોબાઈલ ઉપર વ્હોટ્સએપમાં પણ મેળવી શકાશે. રાજકોટ જીલ્લો રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે કે જ્યાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ECGની સુવિધા મળવા પાત્ર થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.