મંત્રીશ્રી ગજેન્દ્રસિંહપરમારની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં યોગદિનની ઉજવણી થશે
રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળોમાં જિલ્લાના ત્રણ ઐતિહાસિક સ્થળોની પસંદગી
***********
આજે તા. ૨૧ જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં તાલુકા,ગ્રામ્ય અને શહેરીકક્ષા સહિત અન્ય સ્થળોએ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમમાં પોલિસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મંગળવારે સવારે ૫.૪૫ કલાકેથી આરંભ થનાર યોગ દિનમાં ૩,૦૦૦થી વધુ લોકો યોગમાં જોડાશે.
જયારે તાલુકાકક્ષાએ પ્રાંતિજની અવર ઓન હાઇસ્કૂલ, તલોદની જે.બી. ઉપાધ્યાય હાઇસ્કૂલ, મહિયલ, ઇડર યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ જવાનપુરા, વડાલી શારદા વિધ્યા મંદિર, ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ, નવીમેત્રાલ, વિજયનગર એમ.એચ.હાઇસ્કૂલ અને પોશીનાનો સ્વામિનારાયણ મંદિર એમ મળી સાત તાલુકાના ૩૫૦૦ લોકો યોગ કરશે.
નગરપાલિકા વિસ્તારમાં પ્રાંતિજની શેઠ પી.એન.આર. હાઇહાઇસ્કૂલ, તલોદ પંડિત દીન દયાલ ઉપાધ્યાય ઉધ્યાય ટી.આર. ચોકડી, ઇડર સરપ્રતાપ
વડાલી શેઠ શ્રી સી.જે. હાઇસ્કૂલ, ખેડબ્રહ્મા શ્રી શેઠ કે.ટી. હાઇસ્કૂલ ખાતે ૨૫૦૦ લોકો યોગ કરશે.
ગ્રામ્યકક્ષાએ હિંમતનગરની ૧૦૭ ગ્રામપંચાયતો, પ્રાંતિજની ૬૬, તલોદ ૭૦, ઇડર ૧૧૦, વડાલી ૪૦, ખેડબ્રહ્મા ૪૪, વિજયનગર ૪૨ અને પોશીનાની ૩૦ ગ્રામ પંચાયતોના અંદાજીત ૧૨,૭૨૫ લોકો ભાગીદાર બનશે..
ઉલ્લેખનીય છે કે દેશના ૭૫ વર્ષ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે સમગ્ર રાજયના ૭૫ ઐતિહાસિક સ્થળોએ ઉજવણી થનાર છે જેમાં સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક વિરાસત ધરાવતા ઇડરીયા ગઢ, વિજયનગર પોળોના શારણેશ્વર મંદિર અને પોશીનાના દરબાર ગઢનો ખાતે યોગ દિનની ઉજવણીમાં ૨૨૫ લોકો ભાગીદાર થશે.
સમગ્ર જિલ્લામાં સવારે ૦૫-૪૫ કલાકેથી આરંભ થનાર કાર્યક્રમમાં શાળા-કોલેજ, પોલીટેકનિક, આઇટીઆઇ સહિત બ્રહમાકુમારી, બીએપીએસ, લાયન્સ કલ્બ, ગાયત્રી પરીવાર, આર્ટ ઓફ લીવિંગ સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ભાગીદાર બનશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.