વધુ 141 પશુ રસ્તા પરથી પકડાયા
મહાનગરપાલિકાનીએ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા સપ્તાહમાં વધુ 141 પશુ પકડીને ઢોર ડબ્બે મોકલવામાં આવ્યા છે. ચોમાસામાં હવે વધુ ઢોર રસ્તા પર આવી રહ્યાની ફરિયાદો વધી છે. તા.13 થી 20 દરમ્યાન રામાપીર ચોકડી, સોપાન હાઈસ્ટ, રૈયાગામસર્કલ, સાધુવાસવાણી રોડ-8, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ-6, ગોકુલધામ, જાગૂતિ હાઈસ્ટ પાસે-7 તથા આજુબાજુમાંથી 21 પશુઓ,પ્રદ્યુમન મેઈન રોડ, નરસિંહનગર મેઈન રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, સેટેલાઈટ મેઈન રોડ-11, વેલનાથ મેઈન રોડ, રામ પાર્ક-5, શ્રી રામ સોસાયટી-5,વિગેરે વિસ્તારોમાંથી 21 પશુઓ, ખોડીયારપરા મેઈન રોડ, ગીતાનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર, અંકુર સોસાયટી-5, વેસ્ટ હિલ, સર્વોદય સ્કુલ, મવડી 80 ફુટ રોડ-5 તથા આજુબાજુમાંથી 10 પશુઓ પકડવામાં આવ્યા હતા. જયારે લાખનો બંગલો મેઈન રોડ, શિતલ પાર્ક, જામનગર મેઈન રોડ, બજરંગવાડી-6, વૈશાલીનગર, બાલમુકૂંદ-5 તથા આજુબાજુમાંથી 11,શિવનગર, વ્રજભુમી, ભગવતીપરા, મોર્ડન સ્કૂલ પાસેતથા આજુબાજુમાંથી 7, ડો. હેડ ગંવાર, મોટામોવા, કાલાવડ રોડ, થોમસ સ્કુલ પાસે, સત્યસાઈ હાર્ટ હોસ્પીટલતથા આજુબાજુમાંથી 15, આજીડેમ પોલીસ ચોકીપાસે, કોઠારીયા ગામ, જલારામ મેઈન રોડ, સોલવન્ટ ફાટક, કોઠારીયાતથા આજુબાજુમાંથી 14,કેવડાવાડી મેઈન રોડ, લક્ષ્મીવાડી તથા આજુબાજુમાંથી 9 પશુઓ પકડી ડબ્બામાં મોકલાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.