કુવાડવા રોડ પર રીક્ષામાં કેરેટની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

કુવાડવા રોડ પર રીક્ષામાં કેરેટની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો


કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસેના ચોક પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે રીક્ષામાં કેરેટની આડમાં લઈ જવાતી વિદેશી દારૂની 48 બોટલ સાથે ગાંડુ ભરવાડને પકડી રૂ।.95 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.બી.ટી.ગોહીલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.ડી.સી.સાકરીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતો.
ત્યારે કુવાડવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા પસાર થવાની છે. તેવિ મળેલ ચોકકસ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાઠોડ, ધર્મેશ ડાંગર અને કોન્સ્ટેબલ જયપાલ બરાલીયા સ્ટાફ સાથે કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ વાળા ચોકમાં વોચમાં હતાં. ત્યારે ત્યાંથી પસાર થયેલ જી.જે.03.બી.યુ.6921ને અટકાવી તપાસ કરતાં રીક્ષા પાછળના ભાગે કેરેટની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 48 બોટલ ઝડપાઈ હતી પોલીસે રીક્ષાચાલક ગાંડુ વિરમ ખીટ (ઉ.વ.23) (રહેબેડી માર્કેટીંગ યાર્ડ સામે ઈન્દ્રપ્રસ્થ-6ની બાજુમાં )ને દબોચી દારૂ રૂ।.33 હજાર, રીક્ષા રૂ।.50 હજાર અને મોબાઈલ મળી કુલ રૂ।.95 હજારનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો કયાંથી લાવેલ અને કયાં સપ્લાય કરવાનો હતો.તે અંગે પુછપરછ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »