• મુનપુર કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો • - At This Time

• મુનપુર કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો •


આજ રોજ તા.08/08/2024 ને ગુરુવારે અત્રેની કોલેજમાં 'વિશ્વ આદિવાસી દિવસ’ ની (9 મી ઓગષ્ટ) ના પૂર્વ દિવસે ઉજવવામાં આવ્યો.

આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી કે જેઓના જાહેર જીવનની સેવાઓની સુવાસ આ આદિવાસી વિસ્તારના છેવાડાના માણસ સુધી ફેલાયેલી છે એવા ડૉ. એમ.કે.મહેતા સાહેબે સૌ વિદ્યાર્થીઓને આદિવાસી સંસ્કૃતિના રક્ષણ, સંવર્ધન અને જતન કરવા માટે આહવાન કર્યું હતું. સાથે સાથે મહેતા સાહેબે આદિવાસી લોકજીવનને હજી વધુ ઉજાગર કરવા માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી નોકરી અને વ્યાવસાયિક સાહસો કરવા માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ કોલેજની વિવિધ પ્રવૃતિઓ કમિટીઓ અને સિદ્ધિઓની ઝાંખી કરાવી હતી.

હિન્દી વિભાગના વડા ર્ડો. સુશીલા વ્યાસે વિશ્વ આદિવાસી દિવસની માન્યતા અને સંસ્કૃતિની પરંપરાના વાહક આદિવાસી સમાજની વિશેષતાઓની તેમજ ગ્લોબલાઈઝેશનના આ સમયે માત્ર આદિવાસી સંસ્કૃતિ જ વિશ્વને બચાવશે તેમ જણાવ્યું હતું.

કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી મહાનાયકો તથા આદિવાસીઓની પરંપરાઓ અને સંસ્કૃતિઓ વિશે પોતાની અલગ અલગ શૈલીમાં રજૂઆત કરવામાં આવી. જે વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે.

સેમ -1
પગી સુભાષ કે -બિરસા મુંડાનું જીવનચરિત્ર

સેમ -5
1.માલીવાડ કિશોરભાઈ કે.-ખાજ્યા નાયકનું જીવન ચરિત્ર
2 ડામોર સર્જિતકુમાર બી.-રાણાપૂજા ભીલ
3.ડામોર ઉમેશભાઈ કે.-આદિવાસી સંસ્કૃતિ ઉત્સવો –તહેવારો
4 ડામોર ઉષાબેન પી. તાત્યા ભીલ સ્વતંત્ર ચળવળમાં ભૂમિકા
5.બારીયા સુનિતાબેન.વી. -પ્રકૃતિનું સંરક્ષણ-મહત્વ

વગેરે વિષય પર વક્તવ્ય રજૂ કર્યા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ર્ડો.સુશીલા વ્યાસે તેમજ અંતમાં પ્રા.લક્ષ્મીબેન વસાવાએ આભાર વ્યક્ત કર્યો. આ વિસ્તારના પ્રખ્યાત લોકનૃત્ય “ટીમલી” અને “ગફુલી” રમીને ઉજવણીમાં કરવામાં આવી. કોલેજ અને ભગિની સંસ્થા યુ.એચ.ભટ્ટ મેમોરીયલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ મન મૂકીને ટીમલી અને ગફૂલીના તાલે ઝૂમી ઉઠયા હતા.

સર્જિત ડામોર
પત્રકાર(કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.