જૂનાગઢ જિલ્લા ન્યાય સમિતિના કો. સભ્યએ આંદોલન કરવા નું જાહેર કરિયું
જૂનાગઢ જિલ્લા ન્યાય સમિતિના કો. સભ્યએ આંદોલન કરવા નું જાહેર કરિયું વિસાવદર તાલુકાના કાલસારી ગામના વતની અને જિલ્લા ન્યાય સમિતિના કો સભ્ય રમેશભાઈ બી. સોલંકીએ આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમણે તારીખ 26/6/24 નારોજ તેઓએ જિલ્લા કલેકટર સાહેબ શ્રીને પોતાના ત્રણ મુદ્દા બાબત લેખિતમાં અરજી આપેલ છે. ઘણા સમયથી તેઓના આ ત્રણ મુદ્દા જેમાં કાલસારી ગામમાં નબળા વર્ગના ગરીબ લોકોને સાથણીની જમીન ફાળવવા તેમજ 100 ચોરસ પ્લોટની ફાળવણી અને કાલસારી ગામમાં ભરવાડ સમાજના લોકોને માલ ઢોરના નિભાવ માટે વાડાની જમીનની ફાળવણી કરી આપવા બાબત તંત્ર પોતે અરજી ધ્યાનમાં લઇ યોગ્ય પગલાં લે તેવી માંગ કરી છે. વધુમાં રમેશભાઈ સોંલકીએ જણાવ્યું હતું કે, જો આ બાબતે ન્યાય નહિ મળે તો હું ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન પણ કરીશ તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
રિપોર્ટર ભનુભાઇ સાસિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.