વડાલી પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા. - At This Time

વડાલી પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા.


વડાલી પોલીસ સ્ટેશનના છેતરપીંડી વિશ્વાસધાતના ગુન્હામાં છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબશ્રી સાબરકાંઠાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.કરંગીયા સાહેબ એલ.સી.બી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.પરમાર તથા આ.એ.એસ.આઇ. સનતકુમાર ધીરૂભાઇ તથા અ.હે.કો. ધવલકુમાર રધજીભાઇ તથા અ.પો.કો વિક્રમસિંહ મંગળસિંહ તથા અ.પો.કો.ગોપાલભાઇ પ્રવિણભાઇ તથા અ.પો.કો. પ્રવિણસિંહ ચતુરસિંહ તથા આ.પો.કો વિજયભાઇ ભીખાભાઇ તથા ડ્રા.પો.કો રમતુજી મણાજી નાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં.

દરમ્યાન અ.પો.કો.ગોપાલભાઈ તથા અ.પો.કો વિક્રમસિંહ નાઓને બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે, વડાલી પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.૨.નંબર-૨૨/૨૦૦૯ ઇ.પી.કો કલમ.૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા પંદર વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી વિશ્નારામ ભાગીરથરામ બિશ્નોઇ રહે.દાંતા તા.સાંચોર જી.જાલોર રાજસ્થાનનાનો આછા કાળા કલર જેવી અડધી બાંયની ટી શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે અને તે રાજસ્થાન સાંચોર મેઇન બજારમાં જતા રોડ ઉપર ઉભો છે જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે રાજસ્થાન સાંચોર મેઇન બજારમાં જતા રોડ ઉપર જતા બાતમી વાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ વિશ્નારામ સ/ઓ ભાગીરથરામ વરીંગારામ બિશ્નોઇ ઉ.વ.૩૮ રહે.દાંતા પતમેડા ગૌ શાળા રોડ તા.જી.સાંચોર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદરી ઇસમ વડાલી પોલીસ સ્ટેશન ફસ્ટ. ગુ.ર.નંબર-૨૨/૨૦૦૯ ઇ.પી.કો કલમ.૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનુ જણાઇ આવેલ.

જેથી સદરી નાસતા ફરતા આરોપી વિશ્નારામ સ/ઓ ભાગીરથરામ વરીંગારામ બિશ્નોઇ ઉ.વ.૩૮ રહે.દાંતા પતમેડા ગૌ શાળા રોડ તા.જી.સાંચોર રાજસ્થાનવાળાને વડાલી પોલીસ સ્ટેશન ફસ્ટ. ગુ.૨.નંબર-૨૨/૨૦૦૯ ઇ.પી.કો કલમ.૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારૂ વડાલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા વડાલી પોલીસ સ્ટેશનના છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.