રાંદેર ઝોન ઓફિસ પાસે વૃક્ષ ધરાસાયી : 5 વાહનો દબાયા
- રાંદેરમાં વૃક્ષ તૂટીને ત્રણ પતરાના મકાન પર પડતા ભાગદોડ થઈ : સદનસીબે કોઈ જાનહાનિ નહી થઈ સુરત,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારસુરતમાં વરસાદી માહોલ વચ્ચે સોમવારે બપોરે રાંદેર રોડ પર રાંદેર ઝોન કચેરી પાસે અચાનક ઝાડ ધરાશાયી થયું હતું જે તે ત્યાંથી પસાર થતી ત્રણ કાર, એક રીક્ષા અને એક બાઈક ઝાડ તૂટીને પડતા નુકસાન થયું હતું. જ્યારે બીજા બનાવો રામદેવમાં ભરૂચી ભાગળ પાસે વૃક્ષ ધરાસયી થતા ત્રણ કાચા પતરાના મકાન પર પડતા ત્યાં ભાગદોડ થઈ જવા પામી હતી.ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ રાંદેર રોડ તારવાડી પાસે રાંદેર ઝોન મેઈન ઓફિસ પાસે સોમવારે બપોરે મોટું વૃક્ષ અચાનક ધરાસાયી થયું હતું. જેથી રોડ પરથી પસાર થતી ત્રણ કાર તથા એક રીક્ષા અને એક બાઈક પર ઝાડ પડતા નીચે દબાઈ જતા નુકસાન થયું હતું. જોકે ઝાડ પડવાનો અવાજ સાંભળીને ત્યાંથી પસાર થતા લોકો ગભરાઈ ગયા હતા અને ત્યાં નાશભાગ થઈ જવા પામી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા મોરાભાગડ અને અડાજણ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર કાફલો ઘટના સ્થળે ઘસી ગયા હતા. ફાયરજવાનોએ વૃક્ષનીચે દબાઈ ગયેલા પાંચએવાહનોને બહાર કાઢવાની કામગીરી કરી શરૂ હતી. જોકે ફાયરજવાનોએ એક થી દોઢ કલાક સુધી ઝાડ ખસેડવાની કામગીરી કરી હતી. બીજા બનાવમાં રાંદેરના ભરૂચી ભાગળ પાસે કબ્રસ્તાન નજીક અસલમ નગરમાં સોમવારે બપોરે વરસાદના લીધે ઝાડ તૂટીને ત્રણ જેટલા કાચા પતરાના મકાન પર પડ્યું હતું. જેથી ઘરમાં રહેતા લોકો અને આજુબાજુના લોકો ગભરાઈ જતા તરત બહાર દોડી આવ્યા હતા. હા અંગે મોરાભાગળ ફાયર સ્ટેશનને જાણ થતા તાકીદે ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બે થી ત્રણ કલાક સુધી ઝાડ ખસેડવાની કામગીરી કરી હતી આ બનાવને લીધે ત્રણ મકાનના પતરાઓ તથા ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું. આ બંને બનાવમાં સદનસીબે કોઈ ઈજા કે જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એવું ફાયર ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.