જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખની કારને ટ્રાફિક શાખાએ મેમો આપતાં ભારે રકઝક પછી ટ્રાફિક જામ
- ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ટાઉનહોલ પરિસરમાં પડી રહેલી અનેક કાર ને ટ્રાફિક ભંગના મેમો અપાયા જામનગર,તા 02 ઓગષ્ટ 2022,મંગળવારજામનગરના ટાઉનહોલ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી શહેર કોંગ્રેસ પ્રમુખની કારને આજે બપોરે ટ્રાફિક શાખાની ટીમે મેમો આપતાં ભારે રકઝક થઈ હતી, ત્યારબાદ અન્ય કાર ના માલિકોને પણ મેમો અપાતાં ભારે અફડા તફડીના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો, જો કે પાછળથી ટ્રાફિક પૂર્વવત થયો છે. જામનગર ના ટાઉનહોલ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી, જેમાં જોડાયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોતાની કારને ટાઉનહોલ વિસ્તારમાં પાર્ક કરવામાં આવી હતી, જે કાર ને ટ્રાફિક નિયમન બદલ મેમો આપવા ની કાર્યવાહી કરાતાં કોંગી પ્રમુખ અને ટ્રાફિક પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. અને ટાઉનહોલ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ટાઉનહોલ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી અન્ય તમામ કારના માલિકોને શોધીને તેઓને પણ મેમો અપાતાં ભારે અફડા તફડી સર્જાઇ હતી. જોકે પોલીસ દ્વારા પાછળથી ટ્રાફિકને મુક્ત કરાવી દીધો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.