વરાછાના વિવર પાસેથી રૂ.23.37 લાખનું ગ્રે કાપડ ખરીદી પાંચ વર્ષ બાદ પણ સોમેશ્વર માર્કેટના વેપારીએ પેમેન્ટ કર્યું નહીં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/trader-didnt-pay-even-after-5-years-of-buying-cloth-worth-rs-23-37-lakh-from-a-weaver-in-varachha/" left="-10"]

વરાછાના વિવર પાસેથી રૂ.23.37 લાખનું ગ્રે કાપડ ખરીદી પાંચ વર્ષ બાદ પણ સોમેશ્વર માર્કેટના વેપારીએ પેમેન્ટ કર્યું નહીં


- પિતરાઈ ભાઈ દલાલ મારફતે વેપારીએ ગ્રે કાપડ ખરીદી 30 થી 35 દિવસમાં પેમેન્ટનો વાયદો કર્યો હતો - વિવરે વેપારીની ઓફિસે જઈ ઉઘરાણી કરી તો ગાળો આપી પૈસા ભૂલી જવા નહીં તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી પણ આપી હતી સુરત,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવાર સુરતના રીંગરોડ સોમેશ્વર માર્કેટમાં ઓફિસ ધરાવતા વેપારીએ પિતરાઈ ભાઈ દલાલ મારફતે વરાછાના વિવર પાસેથી રૂ.23.37 લાખનું ગ્રે કાપડ ખરીદી પાંચ વર્ષ બાદ પણ પેમેન્ટ નહીં કરતા સલાબતપુરા પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ઉમરાળાના પરવાળા ગામના વતની અને સુરતમાં વરાછા રોડ જય ભવાની સોસાયટી પ્લોટ નં.16 માં રહેતા 32 વર્ષીય તેજસભાઇ રમેશભાઇ જાસોલીયા લસકાણા શિવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગ્રે કાપડનું કારખાનું ધરાવે છે. ફેબ્રુઆરી 2017 માં તે મિત્ર હિરેન જાસોલીયાના સાળા દુષ્યંત સવાણીના લગ્નમાં ગયા હતા ત્યાં તેમની ઓળખાણ કાપડ દલાલ મનોજભાઇ કાળુભાઇ સવાણી સાથે થઈ હતી. મનોજે ત્યાં જ હાજર પિતરાઈ ભાઈ જીવનભાઇ મનજીભાઇ સવાણી સાથે ઓળખાણ કરાવતા કહ્યું હતું કે તે રંગોલી, બાલાજી, લક્કી, પાર્વતીના પ્રોપાઇટર છે અને તેમની ઓફિસ રીંગરોડ સોમેશ્વર માર્કેટમાં છે, જયારે ગોડાઉન રીંગરોડ લક્ષ્મી માર્કેટમાં છે. બંનેએ સમયસર પેમેન્ટ મળી જશે તેવી વાત કરતા થોડા દિવસ બાદ તેજસભાઈ જીવનભાઈને મળવા તેમની ઓફિસે ગયા હતા.ત્યાં વાતચીત દરમિયાન જીવનભાઈએ 30 થી 35 દિવસમાં પેમેન્ટનો વાયદો કરતા તેજસભાઈએ ગત 6 એપ્રિલથી 6 મે 2017 દરમિયાન પોતાની બે પેઢીમાંથી તેમને કુલ રૂ.23,36,949 ની મત્તાનું ગ્રે કાપડ મોકલ્યું હતું. જોકે, જયારે પેમેન્ટ માટે ઉઘરાણી કરી ત્યારે જીવનભાઈ વાયદા કરતા હતા.આ અંગે દલાલ મનોજને વાત કરતા તેણે પણ ઉડાઉ જવાબ આપ્યા હતા. ત્યાર બાદ તેજસભાઈ જીવનભાઈની ઓફિસે ઉઘરાણી માટે ગયા ત્યારે જીવનભાઈએ ગાળો આપી પૈસા ભૂલી જવા નહીં તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી પણ આપી હતી. આ અંગે તેજસભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ પિતરાઈ ભાઈ એવા વેપારી અને દલાલ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]