સરકાર શ્રી નાં "હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કલેકટર કચેરીથી ઈન્દિરા મેદાન સુધી "તિરંગા યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

સરકાર શ્રી નાં “હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કલેકટર કચેરીથી ઈન્દિરા મેદાન સુધી “તિરંગા યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું.


સરકાર શ્રી નાં "હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કલેકટર કચેરીથી ઈન્દિરા મેદાન સુધી "તિરંગા યાત્રા" સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર ની ઉપસ્થિતિમાં યોજાઈ.

જેમાં વિશાળ સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાઓ, વડીલો, વિદ્યાર્થીઓ વગેરેએ ઉપસ્થિત રહી દેશની એકતા અને અખંડતાના દર્શન કરાવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી , પ્રાયોજના વહીવટદારશ્રી , જીલ્લા પોલિસ વડાશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, ધારાસભ્યશ્રીઓ સહિત જીલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image