બગોદરા વટામણ હાઇવે પર અરણેજ ગામ પાસેમિથાઈલ ભરેલા ટેન્કરમાં લાગી આગ - At This Time

બગોદરા વટામણ હાઇવે પર અરણેજ ગામ પાસેમિથાઈલ ભરેલા ટેન્કરમાં લાગી આગ


વધુ પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામ પાસે બગોદરા - વટામણ હાઇવે પર આવેલા ઓવર બ્રીજ પરથી પસાર થઈ રહેલી મિથાઈલ ભરેલી ટેન્કરમાં અચાનક આગ ભભુકી ઉઠતાં ટેન્કર બળીને ખાક થઈ ગઈ હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ટેન્કરમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ધોળકા ફાયબ્રિગેડની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ કોઠ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અન્ય વાહનો આગની લપેટમાં ન આવે અને કોઈ મોટી હોનારત ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે એક તરફનો હાઇવે બ્લોક કરી,બગોદરા થી વટામણ તરફ જતા વાહનોને થોડા સમય માટે રોકવામાં આવ્યા હતા...

રીપોર્ટર : મુકેશ ઘલાવાણીયા બાવળા ધોળકા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon