*‘‘છેલ્લા બારેક વર્ષથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડિયાદ, દાહોદ તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડમાં નજર ચુકવી પેસેન્જરોના પૈસા સેરવી/ચોરી લેવાના આશરે ૩૩૯ જેટલા ગુન્હાઓ આચરનાર ગેંગને પકડી પાડતી વેરાવળ શહેર પોલીસ’’* - At This Time

*‘‘છેલ્લા બારેક વર્ષથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડિયાદ, દાહોદ તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડમાં નજર ચુકવી પેસેન્જરોના પૈસા સેરવી/ચોરી લેવાના આશરે ૩૩૯ જેટલા ગુન્હાઓ આચરનાર ગેંગને પકડી પાડતી વેરાવળ શહેર પોલીસ’’*


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ

તા.૨૫/૦૮/૨૦૨૨

*‘‘છેલ્લા બારેક વર્ષથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડિયાદ, દાહોદ તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડમાં નજર ચુકવી પેસેન્જરોના પૈસા સેરવી/ચોરી લેવાના આશરે ૩૩૯ જેટલા ગુન્હાઓ આચરનાર ગેંગને પકડી પાડતી વેરાવળ શહેર પોલીસ’’*

💫 *ફરીયાદની વિગત ઃ-* આ કામના ફરીયાદીશ્રી *નિકિતાબેન વા/ઓ સાગરભાઇ નાથાભાઇ કોડીયાતર રહે.મકતુપુર તા.માંગરોળ, જી.જુનાગઢ વાળાએ ગઇ તા.૨૨/૦૮/૨૦૨૨ ના રોજ પોતાનો મોબાઇલ આઇફોન ૭ પ્લસ વેરાવળ બસ સ્ટેશન ખાતેથી ચોરી થયા અંગેની E-FIR કરેલ હોય જે ૨૦૨૨૦૮૨૨૫૧૦૭૫૭* થી નોંધાયેલ જે *E-FIR ની તપાસ પો. સબ ઇન્સ.શ્રી એચ.બી.મુસાર* નાઓને સોંપવામાં આવેલ અને તેઓએ બનાવ બાબતે યોગ્ય તપાસ કરતા મોબાઇલ ચોરી થયા અંગેની હકીકત જણાય આવેલ જેથી સદરહું *E-FIR બાબત ફરીયાદીશ્રી નિકિતાબેન વા/ઓ સાગરભાઇ નાથાભાઇ કોડીયાતર રહે.મકતુપુર તા.માંગરોળ, જી.જુનાગઢ* વાળાએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે પોતે પોતાના પિયર વેરાવળ ખાતે જન્માષ્ટમીનો તહેવાર કરવા સસબ આવેલ અને તહેવાર પુર્ણ થઇ જતા પોતાના સાસરે રહે.મકતુપુર તા.માંગરોળ ખાતે જવા *તા.૨૧/૦૮/૨૦૨૨ ના રોજ સવારના આશરે નવેક વાગ્યાના સુમારે પોતાના પિતાજીના ઘરે નવા રબારીવાડાથી નીકળી વેરાવળ બસ સ્ટેશન ખાતે આવેલ દરમ્યાન ના ક.૦૯/૩૦ થી ક.૧૦/૦૦ વાગ્યા દરમ્યાન પોતે બસની રાહ જોઇ ઉભેલ હતા અને માંગરોળ રૂટની બસમાં બેસવા સારૂ પેસેન્જરોની ભીડમાં બેસવા ગયેલ ત્યારે પેસેન્જરની ભીડમાં કોઇ અજાણ્યા ચોર ઇસમએ ફરી.ના થેલામાંથી પર્સ જેમાં રોકડ રૂા.૫૦૦૦/- હતા તે તથા એપલ આઇફોન ૭ પ્લસ સીલ્વર પીંક કલરનો મોબાઇલ ફોન કિં.રૂા.૧૦,૦૦૦/- તથા સાહેદ ઉષાબેન પ્રફુલભાઇ કાનાબાર રહે.વેરાવળ વાળાના પર્સમાંથી રોકડ રૂા.૧૧,૦૦૦/- મળી કુલ રૂા.૨૬,૦૦૦/- નો મુદામાલ ફરી. તથા સાહેદની નજર ચુકવી સેરવી લઇ ચોરી કરી લઇ ગયેલનો બનાવ બનેલ* જે અન્વયે અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધમાં E-FIR ઉપરથી *વેરાવળ સીટી પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૯૨૨૦૪૭૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯* મુજબનો ગુન્હો તા.૨૩/૦૮/૨૦૨૨ ના રોજ રજી.થયેલ હતો.
💫 સદરહુ ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ *જુનાગઢ રેન્જ ઇન્ચાર્જ ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી જાડેજા સોહબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જી.બી.બાંભણીયા સાહેબ* નાઓ તરફથી આવા ભીડભાડ વાળા વિસ્તારોમાં તથા બસ સ્ટેશનોમાં નજર ચુકવી પૈસા સેરવી લેવાના ગુન્હાઓ આચરનાર ઇસમોને પકડી પાડી આવા બનાવો બનતા અટકાવવા સારૂ જરૂરી કાર્યવાહી કરવા સુચના મળેલ જે અનુસંધાને
💫વેરાવળ સીટી પો.સ્ટે.ના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ *સર્વેલન્સ સ્ટાફના PSI એચ.બી.મુસાર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ફાળવી અલગ અલગ ટીમોની રચના કરી ઉપરોક્ત ગુન્હાના અજાણ્યા આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ અને ગુન્હાવાળી જગ્યાના સીસીટીવી ફુટેજનો તથા ઇણાજ ખાતેના નત્રેમ સીસીટીવી ના ફુટેજ સદરહુ ગુનાના કામે મેળવી ઝીણવટભરી રીતે અભ્યાસ કરતા આશરે ત્રીસેક વર્ષની બે મહીલા આશરે ત્રીસેક વર્ષની બે મહીલા ગ્રે કલરની ફોર વ્હીલ કાર વીટારા બ્રેજા રજી.નં. જીજે-૦૭-ડીડી-૧૦૫૩ માંથી ઉતરી બસ સ્ટેશનમાં જઇ શંકાસ્પદ હીલચાલ કરતી જણાયેલ* જેથી ફુટેજમાં કાર તથા શંકમંદ મહીલાઓને પકડી પાડવા સારૂ *પો.ઇન્સ.શ્રી એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ PSI એચ.બી.મુસાર તથા સ્ટાફના ASI દેવદાનભાઇ, ASI મેરામણભાઇ બિજલભાઇ તથા HC નટુભા, HC મયુરભાઇ, HC અરજણભાઇ, PC કમલેશભાઇ, PC અશોકભાઇ, PC પ્રદિપભાઇ તથા PC પ્રવિણભાઇ તથા PC રોહીતભાઇ તથા WPC સુમૈયાબેન તથા WPC મંજુબેન* નાઓની ટીમો ગઇકાલ *તા.૨૪/૦૮/૨૦૨૨ ના રોજ વેરાવળ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે શકમંદ ફોર વ્હીલ કાર વીટારા બ્રેજા રજી.નં. જીજે-૦૭-ડીડી-૧૦૫૩ની હાલ બજાજના શોરૂમ બાજુથી નીકળનાર છે.* તેવી બાતમી હકીકત મળતા જે બાતમી હકીકત આધારે રેયોન ફેકટરીના ગેઇટની સામે બજાજ શોરૂમ પાસેથી આ *શકમંદ બન્ને મહીલા ઇસમો તથા તે બન્ને મહીલાઓ પતિ મળી કુલ ચાર ઇસમોને સદરહુ ગુના કામે ચોરીમાં ગયેલ આઇફોન મોબાઇલ ફોન કિં.રૂા.૧૦,૦૦૦/- તથા ફરિ. તથા સાહેદના ચોરીમાં ગયેલ રોકડ રકમ રૂા.૧૬,૦૦૦/- તથા આરોપીઓના જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૫ કિં.રૂા.૧૧,૫૦૦/- તથા આરોપીના બેન્ક ખાતાના એટીએમ નંગ-૦૩ કિં.રૂા.૦૦/- તથા આધારકાર્ડ/પાનકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્સ/આરસી બુક મળી કુલ નંગ-૮ કિં.રૂા.૦૦/- તથા રોકડ રકમ રૂા.૯૬,૮૦૦/- તથા ગુનામાં ઉપયોગ કરેલ મારૂતી સુઝુકી કંપનીની ગેનાઇટ ગ્રે કલરની બ્રેજા ફોર વ્હીલ કાર જેના રજી.નં.GJ-07-DD-1053 જેના ચેસીસ-નં.MA3NYFJ1SLH660874 તથા એન્જીન નં. K15BN4022516 કિ.રૂ.૬,૦૦,૦૦૦/-ની મળી કુલ રૂા. કુલ રૂા.૭,૩૪,૩૦૦/- ના મુદામાલ સાથે* પકડી પાડી મજકુર ઇસમોની પુછપરછ કરતા *ગઇ તા.૨૧/૦૮/૨૦૨૨ ના રોજ વેરાવળ બસ સ્ટેશન એક પેસેન્જરના પર્સ માંથી રૂા.૫૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦૦/- તથા તા.૨૨/૦૮/૨૦૨૨ ના રોજ એક મહીલા પેસેન્જરના થેલામાંથી રૂા.૧૧૦૦૦/- ચોરી કરી મેળવેલની કબુલાત આપતા* મજકુર ચારેય આરોપીઓને *વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૯૨૨૦૪૭૦/૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે ગઇ કાઇ તા.૨૪/૦૮/૨૦૨૨ ના કલાક-૧૮/૩૦ વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે* અને આરોપીઓની પુછપરછ દરમ્યાન હકીકત બહાર આવેલ છે કે આરોપીઓ છેલ્લા બારેક વર્ષથી પીક પોકેટીંગના ગુન્હાઓ આચરે છે અને છેલ્લા બારેક વર્ષના સમય ગાળામાં સદરહુ આરોપીઓએ અલગ અલગ દિવસોમાં વાર તહેવારે તથા મેળાના લીધે બસ સ્ટેશનોમાં લોકોની ભીડભાડમાં લોકોના ખીસ્સામાંથી નજર ચુકવી *અલગ અલગ શહેરોના બસ સ્ટેશનો જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડિયાદ, દાહોદ તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડમાં નજર ચુકવી પેસેન્જરોના પૈસા સેરવી/ચોરી લેવાના આશરે ૩૩૯ જેટલા ગુન્હાઓ આચરી આશરે રૂા.૯,૯૨,૦૦૦/- (નવ લાખ બાણું હજાર) જેટલા રૂપિયાની ચોરી કરેલની કબુલાત આપેલ છે.*

💫 *આરોપીની એમઓ.ઃ-* આ કામનો આરોપીઓ અલગ અલગ શહેરોના બસ સ્ટેશનોમાં અલગ અલગ દિવસોમાં વાર તહેવારે તથા મેળાના લીધે બસ સ્ટેશનોમાં લોકોની ભીડભાડમાં લોકોના ખીસ્સામાંથી નજર ચુકવી પૈસા સેરવી/ચોરી લઇ ગુન્હાઓ આચરવાની ટેવ ધરાવે છે.

💫 *આરોપીએ કબુલાત આપેલ ગુન્હાઓઃ-*
આ કામે આરોપીઓ નં.(૧)સંજય ઉર્ફે સંજુ મોતીસિંગ બેરાવત, લબાના ઠાકોર, ઉ.વ.૩૧, ધંધો.JCB નો ડ્રાઇવર રહે-ગામ-કતવારા, બામણ ફળીયું, તા.દાહોદ જી.દાહોદ હાલ રહે.જલાલીયાવાડા, તા-જી.દાહોદ તથા તેમની પત્ની આરોપી નં.(૩)ગીતાબેન વા/ઓ સંજય ઉર્ફે સંજુ મોતીસિંગ બેરાવત, ડો/ઓ લકજીભાઇ ભાભોર ઉ.વ.૩૦, ધંધો.ઘરકામ, રહે-ગામ-કતવારા, બામણ ફળીયું, તા-જી.દાહોદ હાલ રહે.જલાલીયાવાડા, તા-જી.દાહોદ વાળાઓ બન્ને સાથે મળી કરેલ ચોરીઓની આપેલ કબુલાતની વિગત-
(૧)અમદાવાદ-સને ૨૦૧૧ થી આજ દિન સુધીમાં વાર તહેવાર ના દિવસોમાં આશરે ૬૦ થી ૬૫ વખત અમદાવાદ ગીતા નગર બસ સ્ટેશનમાંથી પેસેન્જરના ખીસ્સામાંથી તથા થેલામાંથી આશરે રૂા. ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) સેરવી લીધેલ હતા
(૨)આણંદ- સને ૨૦૧૧ થી આજ દિન સુધીમાં વાર તહેવાર ના દિવસોમાં આશરે ૪૦ વખત આણંદ બસ સ્ટેશન ખાતેથી પેસેન્જરના ખીસ્સા તથા થેલામાંથી આશરે રૂા.૧,૦૦,૦૦૦/-(એક લાખ) સેરવી લીધેલ હતા
(૩)બરોડા- સને ૨૦૧૧ થી આજ દિન સુધીમાં બરોડાના બસ સ્ટેશન ખાતેથી વાર તહેવારના સામેય આશરે ૫૦ વાર પેસેન્જરના ખીસ્સામાંથી આશરે રૂા.૨,૦૦,૦૦૦ /- (બે લાખ) સેરવી લીધેલ હતા
(૪)નડીયાદ- સને ૨૦૧૧ થી આજ દિન સુધીમાં મળી આશરે ૧૦ વાર તહેવાર ના દિવસોમાં ૨૫ વખત નડીયાદ બસ સ્ટેશનમાંથી પેસેન્જરના ખીસ્સામાંથી આશરે રૂા.૩૦,૦૦૦/- હજાર સેરવી લીધેલ હતા બે વખત પોલીસમાં પોલીસમાં પકડાઇ ગયેલ
(૫)વેરાવળ- ગઇ તા.૨૧/૦૮/૨૦૨૨ ના રોજ વેરાવળ બસ સ્ટેશન એક પેસેન્જરના પર્સ માંથી રૂા.૫૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦૦/- તથા તા.૨૨/૦૮/૨૦૨૨ ના રોજ એક મહીલા પેસેન્જરના થેલામાંથી રૂા.૧૧૦૦૦/- ચોરી કરી મેળવેલ હતા.
આ કામે આરોપીઓ નં.(૨) નરેશભાઇ હુમજીભાઇ ભાભોર જાતે.આદિવાસી ઉ.વ.૨૯ ધંધો.ખેતી રહે. મોટી ખરજ તા.જી.દાહોદ તથા તેમની પત્ની આરોપી નં.(૪)રેખાબેન વા/ઓ નરેશભાઇ હુમજીભાઇ ભાભોર ડો/ઓ વાલચંદ મારકુભાઇ પરમાર જાતે-આદિવાસી (હિન્દુ), ઉ.વ.૩૦, ધંધો-ઘરકામ, રહે-ગામ-મોટી ખરજ તા.દાહોદ જી.દાહોદ વાળાઓ બન્ને સાથે મળી કરેલ ચોરીઓની આપેલ કબુલાતની વિગત-
(૧)દાહોદ-સને ૨૦૧૦ થી આજ દિન સુધીમાં વાર તહેવાર ના દિવસોમાં ૫૦ વખત દાહોદ બસ સ્ટેશનમાંથી પેસેન્જરના ખીસ્સામાંથી આશરે રૂા. ૧,૫૦,૦૦૦/- હજાર સેરવી લીધેલ હતા હું ચારેક વખત પોલીસમાં પકડાઇ ગયેલ
(૨)વડોદરા- સને ૨૦૧૦ થી આજ દિન સુધીમાં વાર તહેવાર ના દિવસોમાં ૩૦ વખત વડોદરા બસ સ્ટેશનમાંથી પેસેન્જરના ખીસ્સામાંથી આશરે રૂા. ૧,૩૦,૦૦૦/- હજાર સેરવી લીધેલ હતા હું બે વખત પોલીસમાં પોલીસમાં પકડાઇ ગયેલ
(૩)અમદાવાદ- સને ૨૦૧૦ થી આજ દિન સુધીમાં ૬૦ વાર તહેવાર ના દિવસોમાં ૪૫ વખત અમદાવાદ બસ સ્ટેશનમાંથી પેસેન્જરના ખીસ્સામાંથી આશરે રૂા.૧,૬૦,૦૦૦ /- હજાર સેરવી લીધેલ હતા બે વખત પોલીસમાં પોલીસ માં પકડાઇ ગયેલ
(૪) ગાંધીનગર- સને ૨૦૧૦ થી આજ દિન સુધીમાં ૩૦ વાર તહેવાર ના દિવસોમાં ૨૫ વખત ગાંધી નગર બસ સ્ટેશનમાંથી પેસેન્જરના ખીસ્સામાંથી આશરે રૂા.૮૦૦૦૦/- હજાર સેરવી લીધેલ હતા બે વખત પોલીસમાં પોલીસમાં પકડાઇ ગયેલ
(૫)વેરાવળ- ગઇ તા.૨૧/૦૮/૨૦૨૨ ના રોજ વેરાવળ બસ સ્ટેશન એક પેસેન્જરના પર્સ માંથી રૂા.૫૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦૦/- તથા તા.૨૨/૦૮/૨૦૨૨ ના રોજ એક મહીલા પેસેન્જરના થેલામાંથી રૂા.૧૧૦૦૦/- ચોરી કરી મેળવેલ હતા.

💫 *કામગીરી કરનાર ટીમ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI શ્રી એચ.બી.મુસાર તથા તથા ASI દેવદાનભાઇ કુંભરવડીયા તથા ASI મેરામણભાઇ બિજલભાઇ તથા તથા HC નટુભા બસીયા તથા HC મયુરભાઇ વાજા તથા HC અરજણભાઇ ભાદરકા તથા PC પ્રદિપસિંહ ખેર તથા PC કમલેશભાઇ ચાવડા તથા PC અશોકભાઇ મોરી તથા PC પ્રવિણભાઇ બાંભણીયા તથા PC રોહીતભાઇ ઝાલા તથા WPC સુમૈયાબેન બ્લોચ તથા WPC મંજુબેન ભરડા નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.