વઢવાણમાં ખાતે રહેતા વ્યક્તીએ પોતાના ધરે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. - At This Time

વઢવાણમાં ખાતે રહેતા વ્યક્તીએ પોતાના ધરે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.


તા.09/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ વ્યાજખોરો બેફામ બન્યા છે અને અનેક યુવાનોની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને આ જિંદગીથી કંટાળી અને વ્યાજના ત્રાસથી અને યુવાનોએ પોતાની જીવન લીલા પણ સંકેલી લીધાના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક રાજકોટ રેડના આઈ જી અશોકકુમાર યાદવની સૂચના અનુસાર વ્યાજખોરોને ડામી દેવા અને વ્યાજખોરિ નાબૂદ કરવા માટેની જ્યારે કમર કસી છે અને વ્યાજખોરોની પડખે પોલીસ ઉભી રહી છે તેમ છતાં પણ જોઈતી કામગીરી સામે અનેક સવાલો અને અનેક પડકારો ઊભા થયા છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી હોવા છતાં પણ આવી એક ઘટના સામે આવી છે વઢવાણ શહેરમાં રહેતા યુવાને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી અને લોન લઈ અને હપ્તા પણ ભરતા હતા પણ થોડાક સમયથી આર્થિક સગરામણ હોવાના કારણે જેવો હપ્તા ભરી ન શકતા ફાઇનાન્સ કંપનીના સંચાલકો અને તેના માણસો દ્વારા ઘરે આવી અને તેમને એલફેલ બોલી અને માનસિક રીતે ટોર્ટિંગ કરતા હોવાની ઘટના સામે આવી છે ત્યારે આ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓથી કંટાળી અને આખરે યુવાને પોતાના ઘરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી અને ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે હાલમાં સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને તાત્કાલિક અસરે વઢવાણ પીએસઆઇ સહિતનો કાફલો સાર્વજનિક હોસ્પિટલે પહોંચી અને તપાસ હાથ ધરી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણમાં રહેતા યુવાન ભીખાભાઈ સુમરા નામના યુવાન ફાઇનાન્સ કંપની પાસેથી પોતે લોન લીધી હતી અને પોતે નિયમિત રીતે હપ્તાઓ પણ ભરતા હતા પણ થોડાક સમયથી પોતે તાણ અનુભવતા અને માનસિક રીતે ધંધા રોજગાર ન ચાલતા હોવાના કારણે તેઓ ફાઈનાન્સ કંપનીના હપ્તાઓ ભરી ન શકવાના કારણે આખરે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ તેમના ઘરે આવી અને તેમને કાયમ દબાવતા હતા અને એલ ફેલ બોલી અને માનસિકતા સંતુલન ગુમાવ્યા તેવા શબ્દો પણ આ કર્મચારીઓ ઉચ્ચારતા હતા ત્યારે ભીખાભાઈ સુમરા આખરે કંટાળી અને પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનોને જાણકારી મળતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે વઢવાણ શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હાલમાં ચાલુ હોવાનું જાણવા મળે છે ત્યારે વઢવાણ પીએસઆઇ પણ જાણકારી મળતાની સાથે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon