ગઢડા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા ઉત્સવ સત્તા અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી
મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત તા.૦૧.૦૮.૨૪ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ પોલીસ વિભાગના સંકલન દ્વારા કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા ગઢડા તાલુકાના લાખણકા ગામે હીરાના વ્યવસાય કરતી મહિલાઓ સાથે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પીબીએસસી સેન્ટરના કાઉન્સેલર નીતાબેન ભેડા દ્વારા મહિલા સુરક્ષાને લગતા કાયદા, ઘરેલુ હિંસા, પોસ્કો તેમજ 181 અભયમ અને સખી વન સ્ટોપ સેન્ટર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ. વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક પારૂલબેન કંસારા દ્વારા વિવિધલક્ષી મહિલા કલ્યાણ યોજનાની માહિતી આપવામાં આવી હતી. તેમજ શી ટીમના કોન્સ્ટેબલ ઉષાબેન વેલાણી દ્વારા શી ટીમની કામગીરી, 100,112, સાઇબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી. ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેટ ઓફ વુમનના ઝેન્ડર સ્પેશિયાલિસ્ટ હરેશભાઈ સોલંકી દ્વારા વ્હાલી દિકરી યોજના, વિધવા સહાય યોજના ગંગાસ્વરૂપબા પુનઃ લગ્ન અને સ્વાવલંબન યોજના વિશે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના આગેવાનો તેમજ હિરા કારખાનાના માલિકોનો ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ગામના આગેવાન અશોકભાઈ ધનવાણીયા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવેલ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.