હળવદ પોલીસે અરજદારોના ખોવાયેલા ૧.૨૭ લાખના ૭ મોબાઈલ શોધી પરત સોપ્યા - At This Time

હળવદ પોલીસે અરજદારોના ખોવાયેલા ૧.૨૭ લાખના ૭ મોબાઈલ શોધી પરત સોપ્યા


હળવદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી અરજદારોના ખોવાયેલા ૧.૨૭ લાખની કિમતના ૭ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી

હળવદ પોલીસ ટીમ અરજદારોને ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા CEIR પોર્ટલનો ઉપયોગ કરી પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ તેમજ ટેકનીકલ વર્ક આઉટ કરતા ૭ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે અરજદારોના ખોવાયેલા વિવિધ કંપનીના ૭ મોબાઈલ કીમત રૂ ૧,૨૭,૯૯૭ ના શોધી અરજદારોને પરત આપતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

જે કામગીરીમાં હળવદ પીઆઈ આર ટી વ્યાસ, એસ એમ ક્મોયા, લાલભા રઘુભા ચૌહાણ, શક્તિસિંહ બહાદુરસિંહ પરમાર, મનહરભાઈ મેરાભાઇ સદાદિયા, નરેન્દ્રગીરી મહેન્દ્રગીરી ગૌસ્વામી, યુવરાજસિંહ નિરૂભા jadeja, હરપાલસિંહ રાજુભાઈ રાઠોડ, મુકેશભાઈ રઘુભાઈ વાસાણી, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ, સાગરભાઈ દેવાયતભાઈ મઢ, ભાગ્યદિપ સિંહ વિક્રમસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image