આજે ‘વિશ્વ યોગ’ દિવસ : હવે યોગાથી યોગ તરફ જવું જરૃરી
ભુજ,સોમવારસામાન્ય રીતે યોગ અને યોગાને બાધા એક જ ગણે છે. પરંતુ, બંનેમાં તફાવત છે. યોગા પશ્ચિમી દેશોનો શબ્દ છે. જેને શારીરિક કસરત સાથે સબંધ છે. જ્યારે યોગામાં મહષ પતંજલિએ આપેલો અષ્ટાંગ યોગ છે. જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ,પ્રાયાહાર,ધારણ,ધ્યાન અને સમાિધ છે. આમ, આ બંને વચ્ચે ભેદ કરવો જરૃરી છે. અદાણી મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ફાઈનલમાં ભણતા અને આયુષ મંત્રાલય વાય.સી.બી.(યોગા સટફિકેશન બોર્ડ) અંતર્ગત યોગ ટીચર અને ઇવેલ્યુટરની પદવી પ્રાપ્ત કરી વિશ્વની કોઈપણ યુનિવસટીમાં યોગ-યોગા શીખવાડી શકે એવી ક્ષમતા ધરાવતા કચ્છના કુંદ મહેતાએ ૨૧મીજુન 'વિશ્વ યોગ દિવસ ' નિમિત્તે કહ્યું કે, યોગ આપણો શબ્દ છે પરંતુ, આસન અને પ્રાણાયામ ભેગા કરી પશ્ચિમી દેશોએ યોગાને જન્મ આપ્યો છે. કોલેજના એનાટોમી ગ્રાઉંડમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ સવારે યોગ કરાવતા કુંદ મહેતાએ વાધુમાં કહ્યું કે, યોગા કરાવવાવાળા તો ઘણા છે પરંતુ, ડોકટર થઈને તેમજ મેડિકલમાં ભણતા હોય એવા યોગ શિક્ષક ખુબ જ ઓછા છે. તેમણે વાધુમાં કહ્યું કે, જેમ દવાની અસર- આડઅસર હોય એમ,યોગનું પણ છે, તેાથી જો મેડિકલ સાયન્સના જ્ઞાન વગર યૌગિક પ્રક્રિયા કરાવવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. જેમ કે, બી.પી.ના દર્દી માટે કપાલભાંતિ ફાયદામાં નાથી. પરંતુ, અનુલોમ-વિલોમ ઉપયોગી છે. તેમણે તબીબી કારણો આપી આવા અનેક રોગ વિષે દ્રષ્ટાંત આપ્યા હતા. હવે સમય આવી ગયો છે કે, યોગ અને મેડિકલનો સમન્વય કરવો પડશે. કારણ કે, એલોપોથીમાં રોગની સારવાર છે. પણ રોગ ન થાય એવું આગોતરું ભણતર નાથી. મેડિકલમાં હેલૃથને મહત્વ છે. જ્યારે રોગમાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય છે. સ્વાસ્થ્ય એટલે સ્વયંમાં સિૃથર થવું જે યોગ જ આપી શકે. બીજું કે જેમ દવામાં કયારે કેટલું પ્રમાણ લેવું જરૃરી છે તેમ યોગમાં પણ માત્રા હોય છે. જરૃરી હોય એટલા જ પ્રમાણમાં યોગ કરાવી રોગમાથી મુક્તિ મેળવી શકાય. ભારત સહિત પશ્ચિમી દેશોમાં યોગનો વ્યાપ એટલો વાધી ગયો છે કે, હવે 'મોર્ડન પ્રિસ્ક્રિપશન' લખવું જરૃરી છે. રોગને ત્વરિત મટાડવા દવા સાથે કયો યોગ કરવો જેનો ઉલ્લેખ આવશ્યક છે. જેને તબીબી જ્ઞાન સાથે યોગનું જ્ઞાન હોય તે જ આ કામ કરી શકે. કુંદ મહેતા આ દિશામાં મેડિકલના અભ્યાસ પછી આગળ વાધવા માંગે છે. મેડિકલ કોલેજના ડિન ડો. એ.એન.ઘોષે કહ્યું કે, મેડિકલનો વિદ્યાર્થી કુંદ મહેતા કચ્છ અને મેડિકલ કોલેજનું ગૌરવ છે. પ્રાથમ, દ્વિતીય અને તૃતીય એમ.બી.બી.એસ.વર્ષમાં સતત ડિસ્ટીન્કશન મેળવી પ્રાથમ આવે છે. તે છાત્રોનો રોલ મોડેલ પણ છે. તેમણે કચ્છ યુનિવસટીમાં યોગનો અભ્યાસ કરી સટ. મેળવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.