ભાભરમાં આવેલ આંગણવાડી ના મકાનો જર્જરીત - At This Time

ભાભરમાં આવેલ આંગણવાડી ના મકાનો જર્જરીત


બનાસકાંઠા ભાભર સરહદી વિસ્તારોમાં આવેલ આંગણવાડી જર્જરીત હાલતમાં હોવાથી બાળકો ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યો છે

ભાભર શહેરમાં આવેલ ખાડીયા વિસ્તારની આંગણવાડી જર્જરીત હાલતમાં હોવાથી બાળકો ભય નીચે બેસવા મજબુર બન્યા છે આંગણવાડી નું મકાનમાં મોટી મોટી તિરાડો છત પરથી પોપડા પડવાથી બાળકો ને જીવ તાળવે છોટવા છે આજુબાજુ ઝાડીઝાખરા હોવાથી જીવ જંતુ નો ડર રહે છે આંગણવાડી માં પીવાના પાણી નો અભાવ જોવા મળી રહ્યો છે આંગણવાડી નો મેન ગેટ ટુટેલો હોવાથી આંગણવાડી ના પ્રાંગણ માં ગાયો આખલા ફરતા હોય છે ચાલુ આંગણવાડી માં આવતા બાળકો ના વાલીઓને ડર સતાવે છે આખલા બાળકો ને શિગડે ભરાવીને નુકશાન કરે તે પહેલાં મકાન ગેટ પાણી ની વ્યવસ્થા કરે તેવી માંગ કરી રહ્યા છે ભાભર નવા માં આવેલ આંગણવાડી નું મકાન જર્જરીત હાલતમાં હોવાથી બાળકો ને શિયાળા ની ઠંડી ઉનાળામાં ગરમી માં બહાર બેસાડવા પડે છે સત્વરે આંગણવાડી ના મકાન સુવિધાઓ સાથે બનાવવામાં આવે તો બાળકો હોંશે હોંશે આંગણવાડી માં આવી શકે હાલતો સુવિધા થી વંચિત હોવાથી આંગણવાડી ની બહેનો પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે

રીપોર્ટર - પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon