સાયલા વેપારી મંડળની બેઠક વેપારીઓ મતદાન કરે તેવા ગ્રાહકોને ખરીદીમાં 7 ટકા ડિસ્કાઉન્ટ આપશે - At This Time

સાયલા વેપારી મંડળની બેઠક વેપારીઓ મતદાન કરે તેવા ગ્રાહકોને ખરીદીમાં 7 ટકા ડિસ્કાઉન્ટ આપશે


સાયલા શહેરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન નિરસજનક જોવા છે. આ બાબતે સરકારી અધિકારીઓ મતદારો પાસે વધુ મતદાનની અપેક્ષાએ કમરકસી રહી છે. લોકશાહીના અધિકાર બાબતે મતદાનની આવશ્યકતા અને ફરજીયાત મતદાનની જાગૃતિ લોકો માટે જરૂરી બની છે. બાબતે સાયલાના

મામલતદાર દક્ષાબેન બાસુપ્યા, હિતેષભાઈ ચાવડા, અતુલભાઇ ઘાઘરેટીયા સહિતના કર્મચારીઓએ વેપારી અને ગ્રાહકો મતદાન બાબતે જાગૃત બને તે માટે સાયલા વેપારી મંડળની બેઠક બોલાવી હતી. જેમાં ફિનાલિજેશન અવસર ડિસ્કાઉન્ટ અંતર્ગત બેઠકમાં વેપારીઓને ગ્રાહકોમાં મતદાનની જાગૃતતા અને મતદાન કરે તે બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સાયલા ફર્ટીલાઇઝર એસોસિએસનના પ્રમુખ મહિપતસિંહ ડોડીયા, પાર્થભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, નારસંગભાઈ રાજપુત, લાલજીભાઈ પટેલ સહિતના વેપારીઓ ઉપસ્થીત રહ્યા હતા. અને જેમાં મતદાનના દિવસે મતદાન કરનાર ગ્રાહકોને નકકી કરેલી ચીજવસ્તુઓ ઉપર 7 ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપવાનું આયોજન કરેલુ છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.