રાજકોટ આવતી-જતી 5 ટ્રેન ડાઇવર્ટ રૂટ પરથી દોડશે
22થી 25 ફેબ્રુઆરી સુધી રેલવે વ્યવહારને અસર
પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેન આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો પૈકી 24મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25મીએ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નં.15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ અને 22મીએ કામાખ્યાથી ઉપડનારી ટ્રેન નં. 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.