રાજકોટના રાજવી પેલેસમાં બે દિવસ રંગારંગ ગરબા, બહેનોએ ચાલુ બાઇક પર ઉભા રહી બન્ને હાથે તલવાર ફેરવવાની પ્રેક્ટિસ કરી
રાજકોટમાં ક્ષત્રિય સમાજની અગ્રણી સંસ્થા ભગિની ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય સમાજની માતાઓ અને દીકરીઓ માટે રાજવી પેલેસમાં 2 દિવસના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્ષત્રિય સમાજની બહેનો અલગ અલગ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારે નારી શક્તિના દર્શન સમાન બહેનોએ બાઇક પર ઉભા રહી બન્ને હાથમાં તલવાર ફેરવવાની પ્રક્ટિસ કરી છે. બે દિવસ દરમિયાન આ બહેનો અવનવા રાસ-ગરબા રમી નારી શક્તિના દર્શન કરાવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.