ચોકડી ખાતે ધારાસભ્ય કિરીટસિંહ રાણા ની ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો. - At This Time

ચોકડી ખાતે ધારાસભ્ય કિરીટસિંહ રાણા ની ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો.


લીંબડી સાયલા ચુડા વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.“જેમાં ધોરણ ૧ નાં ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. તથા મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નવીન પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી, ત્યારે બાળકોના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી.“કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ચોકડી બાપાસીતારામ મઢુલી તરફથી તિથિભોજન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી, જિલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ, ચુડા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વર માધર, જિલ્લા પંચાયતનાં સદસ્ય ઘનશ્યામ રોજાસરા, જિલ્લા કિસાન મોરચાનાં મહામંત્રી ભરતભાઈ ખાચર, તથા બાઘાભાઈ,ચુડા TPO અને BRC વિજયભાઈ તથા આંગણવાડીની બહેનો,આરોગ્ય સ્ટાફ, શાળાનો સ્ટાફ,બાળકો,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, Suren


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.