પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા બે વ્યક્તિઓને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા બે વ્યક્તિઓને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા


મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા બે વ્યક્તિઓને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા છે.આરોપીઓ દિગ્વીજયસિંહ અભેસિંહ પુવાર રહે. દધાલીયા અને અરવિંદ ભુરાભાઇ વાગડીયા ઠાકોરના નાધરા બંને કડાણા તાલુકાના રહેવાસી છે.ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થયેલ હતું. તેમના બેંક એકાઉન્ટમાં પ્રથમ અને બીજો હપ્તો જમા થયા બાદ આરોપી દિગ્વીજયસિંહે 22,500 રૂપિયાની માગણી કરી હતી. ત્યારબાદ બીજા આરોપી અરવિંદ સાથે વાતચીત કરતા તેમણે 20 હજાર રૂપિયા આપવા જણાવ્યું હતું.જયારે લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ મહીસાગર ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું. ACB દ્વારા મલેકપુર ચોકડી પાસે આવેલ ગૌરી કિરાણા સ્ટોર આગળ બંને આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image