સિટી બસમાંથી 1.24 લાખની મતાના મહિલાના પર્સની ચોરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tmfaj4r26bt9bsxz/" left="-10"]

સિટી બસમાંથી 1.24 લાખની મતાના મહિલાના પર્સની ચોરી


બેડી નજીક પહોંચ્યા પછી પર્સ ચોરીની જાણ થઇ

એસટી બસમાં ધક્કામુક્કી કરીને ગઠિયાઓ પર્સ તફડાવી જતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે પરંતુ ગુરૂવારે સિટી બસમાં પણ ગીરદીનો લાભ લઇ કોઇ શખ્સ મહિલા મુસાફરનું રોકડા રૂ.90 હજાર અને સોનાના દાગીના સહિત કુલ રૂ.1.24 લાખની મતાનું પર્સ ઉઠાવી ગયું હતું.

ગોંડલના ગુંદાસરા ગામના શોભનાબા ઘનશ્યામસિંહ સોલંકી (ઉ.વ.45)એ ચોરીની ઘટના અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શોભાનાબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે તેમના ફૈબાના પુત્રની સગાઇ થઇ હોય તેની પહેરામણીના પ્રસંગે પોતે રતનપર ગયા હતા અને સાંજે રતનપરથી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા અને રતનપરના પાટિયેથી સિટી બસમાં બેઠા હતા, શોભનાબા અને તેમના પરિચિત મહિલાઓ બસમાં પાછળના ભાગે ઉભા હતા, બેડી માર્કેટિંગયાર્ડ પાસે બસ પહોંચી ત્યારે શોભનાબાને અહેસાસ થયો હતો કે તેમનું પાકીટ કોઇ તફડાવી ગયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]