અનધિકૃત રીતે એક્સપ્લોઝિવ વેચાણકર્તા સામે તંત્રની કડક કાર્યવાહી
અનધિકૃત રીતે એક્સપ્લોઝિવ વેચાણકર્તા સામે તંત્રની કડક કાર્યવાહી
------------
એક્સપ્લોઝિવ સહિત રૂ.૨,૧૨,૦૦૦નો જથ્થો સીઝ*
------------
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં મામલતદાર સુત્રાપાડા અને ટીમ દ્વારા ગોરખમઢી ગામના સર્વે નંબર ૮૮ પૈકીમાં આવેલી ચામુંડા એન્ટરપ્રાઇઝ નામના એક્સપ્લોઝિવ લાઇસન્સદારના બિલ્ડીંગ/ગોડાઉનની તપાસણી કરવામાં આવી હતી.
આ તપાસણીમાં લાઈસન્સદાર શ્રી દુદાભાઈ નથુભાઈ મેરના બદલે અનધિકૃત વ્યક્તિઓ શ્રી દેવદતભાઈ પ્રતાપભાઈવાળા તથા મુકેશભાઈ વશરામભાઈ લીંબાની દ્વારા અનધિકૃત રીતે વેચાણ કરતા હોવાનું જણાયું હતું.
તેમજ તેની વાણિજ્યિક પરવાનગી/ફાયર સેફ્ટી વગેરે પર્યાપ્ત ન હોવાના કારણોસર બે બિલ્ડીંગમાં આવેલા ૪ ગોડાઉન તેમજ તેમાં આવેલ એક્સપ્લોઝિવ સહિત (અંદાજિત રૂ. ૨,૧૨,૦૦૦/-ના એક્સપ્લોઝિવ ) સીઝ કરી સીલ કરવામાં આવ્યાં છે તથા તેનો કબજો સુરક્ષિત રીતે સાચવવા હાલના કબજેદારોને સોંપી આપવામાં આવ્યો છે.
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
