અકસ્માતમાં બસ કંડકટરનું અવસાન થતાં મુખ્યમંત્રી રાહતફંડમાંથી પરિવારને ચાર લાખની આર્થીક સહાય આપવામાં આવી. - At This Time

અકસ્માતમાં બસ કંડકટરનું અવસાન થતાં મુખ્યમંત્રી રાહતફંડમાંથી પરિવારને ચાર લાખની આર્થીક સહાય આપવામાં આવી.


રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરના મતવિસ્તારના ગામના બસ કંડકટર થોડા સમય અગાઉ ખારીયા પુલ રાધનપુર પાસે રાપર-આણંદ બસ અને ટ્રકનો અકસ્માત થયો હતો,જેમા રાધનપુર તાલુકાના અમીરપુરા ગામના બસ કંડક્ટર સ્વ.લાલાજી ઠાકોરનું માર્ગ અકસ્માત માં દુઃખદ અવસાન થયુ હતું, બસ કંડકટરના અવસાન બાદ રાધનપુર ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રજુઆત કરીને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.૪,૦૦,૦૦૦ ચાર લાખની આર્થિક સહાય મંજુર કરાવી હતી, અને આજે તેમના પરિવારને રૂબરૂ મળીને સહાયનો ચેક અર્પણ કર્યા હતો.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image