ઉપલેટાના ઈસરા ગામ પાસે આવેલ ભાદર નદીનો બરણેશ્વર મંદિર પાસેનો ચેકડેમ તૂટી પડ્યો - At This Time

ઉપલેટાના ઈસરા ગામ પાસે આવેલ ભાદર નદીનો બરણેશ્વર મંદિર પાસેનો ચેકડેમ તૂટી પડ્યો


ખાણ ખનીજ અને ઇરીગેશનની બેદરકારીથી ચેક ડેમ તૂટી પડ્યો હોવાના પુર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા લગાવ્યા ગંભીર આક્ષેપ

ઉપલેટા તેમજ સમઢીયાળા, તલંગણા, ગાધા, ઇસરા આસપાસના ગામના ખેડૂતો અને પશુપાલકો માટે ચિંતાનો વિષય બન્યો

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૦ માર્ચ ૨૦૨૫, ઉપલેટામાં પસાર થતી ભાદર નદી પર ચેક ડેમો બનાવવામાં આવ્યા છે જેમાં આ ચેકડેમ લોકફાળાથી અને સરકારની ગ્રાન્ટ યોજનાથી બનાવાયેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બનેલા ચેકડેમ પૈકીના ઉપલેટા તાલુકાના ઈસરા ગામ પાસે બારણેશ્વર મંદિર નજીક આવેલ ભાદર નદીનો ચેક ડેમ તૂટી પડ્યો છે જેમાં આ ચેક ડેમ તૂટી પડતા હજારો લિટર પાણી વહી ગયું છે જેને લઈને આસપાસના ગામડાઓ તેમજ ખેડૂતોને પિયત માટેની અને પશુપાલકો માટે એક ચિંતા નો વિષય બન્યો છે ત્યારે આ ડેમ તૂટવાના કારણ અંગે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા દ્વારા ખાણ ખનીજ વિભાગ અને ઇરીગેશન વિભાગની બેદરકારીને કારણે આ ચેકડેમ તૂટી પડ્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

આ અંગે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપલેટા તાલુકાના સમઢીયાળા, તલંગણા, ગાધા, ઇસરા આ બધા જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તે ગામને પાસેથી પસાર થાય છે જેમાં આ ભાદર નદી ઉપર આજથી 15 વર્ષ પહેલા ચેકડેમ બનાવેલ હતા. અહીંયા ભદ્રેશ્વર ચેક ડેમ છે તે 45 લાખમાં બનાવવામાં આવેલો હતો તેમજ ઈસરા ગામ પાસે કે જે ડેમ બનાવવામાં આવેલ છે તે અંદાજે 95 લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે આ બંને ડેમો લોક ભાગીદારી થી બનાવેલ છે જે ડેમ છે તે પૈકીના એક ડેમ એટલે કે પાદર નદી પરનો આવેલ ભદ્રેશ્વર એક ડેમ ચાર વર્ષ પહેલાં તૂટી ગયેલ છે અને ત્યારબાદ આ બીજો ચેક ડેમ છે જે વહેલી સવારે તૂટી ગયેલ છે.

દાનાભાઈ ચંદ્રવાડીયાએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું છે કે, ઇસરા ગામ પાસે આવેલા અને તૂટી ગયેલ આ ચેકડેમ પાસે વહેલી સવાર સુધી ખનીજ ચોરી ચાલી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં આ ચેક ડેમો તૂટી ગયેલ છે તે ચેકડેમ નીચેથી રેતી ખસેડી અને ચેકડેમ બનાવવામાં આવ્યા હતા. આ બાબતમાં અવારનવાર ઈરીગેશન વિભાગ તેમજ ખનીજ વિભાગને જાણ કરી હતી કે આ ચેકડેમ નીચેથી જે રેતી કાઢવામાં આવી રહી છે તેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી જેમાં આ બાબતે તંત્રએ કોઇપણ પ્રકારનું ધ્યાન ન દીધેલ જેને કારણે ખેડૂતો આજ પાયમાલ તરફ આગળ વધી રહ્યા છે જેમાં આ પાણી વહી જવાને કારણે આસપાસની હજારો હેકટર જમીનો જે આ પાણીને કારણે પોતાની ખેતી અને પશુપાલન ચલાવી રહ્યા હતા તેને હવે ચિંતા નો વિષય બન્યો છે કારણકે હવે આ બધા ખેડૂતો પાણી વહી જવાને કારણે પાણી વગરના થઈ જશે.

અવારનવાર જવાબદાર તંત્રને જાણ કરવામાં આવી હતી છતાં કોઈપણ તંત્રએ ધ્યાન ન આપેલ હતું ત્યારે આ બાબતમાં સાત વર્ષ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા દ્વારા આ મામલાની અંદર પી.આઈ.એલ. કરેલ છે જે અંગેનો કેસ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ બધામાં જે કોઈ જવાબદાર છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી છે કારણ કે આ બાબતે જેતે સમયે ખેડૂતોને રજૂઆત હતી અને સમજાવ્યા હતા પરંતુ ખેડૂતો ત્યારે સમજ્યા ન હતા અને સહકાર નતા આપી રહ્યા પરંતુ આજે આ ચેક ડેમ તૂટી જતા ખેડૂતોને પણ હકીકત ખ્યાલ આવી છે કે ચેકડેમ નીચેથી અને આજુબાજુથી રેતી ચોરી થતી હોવાના કારણે આ ચેકડેમ તૂટી ગયો છે ત્યારે આ બાબતે પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા જે આ ડેમ લોક ભાગીદારીથી બનેલ છે તેમને લઈને સરકારને પણ રજૂઆત કરશે અને જે તે જવાબદાર સામે પગલાં લેવા માટેની જે કાંઈ કામગીરી અને કાર્યવાહી કરવાની થશે તે કરાવશે અને સાથે માંગ કરી છે કે ગેરકાયદેસર થતી આ પ્રકારની ખનીજ ચોરી સરકારને તંત્રએ બંધ કરાવી જોઈએ તેવું પણ જણાવ્યું છે.

ઉપલેટા તાલુકાના ઈસરા ગામ પાસેનો ચેક ડેમ અડધા જેટલો તૂટી ગયેલ છે જેમાં આ તૂટી ગયેલા ચેકડેમને કારણે હજારો લિટર પાણી વહી ગયું છે જેમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીંયા આસપાસના ખેડૂતો તેમજ સ્થાનિક રાજકીય પદાધિકારીઓ હળી મળીને અહીંયાથી ખનીજ ચોરી અંધારામાં ચલાવતા હતા અને મોટા મોટા હૂડકાના માધ્યમથી રેતીની ચોરી કરતા હતા જેમાં આ ચોરી થવાને કારણે ડેમની પાયાની આસપાસનો ભાગ ખવાઈ જતા ડેમ તૂટી ગયો હોવાની બાબતો સામે આવી રહી છે અને આ ખનીજ ચોરીના કારણે તેમજ ખાણ ખનીજ વિભાગ અને ઇરીગેશન વિભાગની બેદરકારીથી આ ડેમ તૂટવાની ઘટના બની હોવાના આક્ષેપ ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખદાનભાઈ ચંદ્રવાડીયા એ લગાવ્યા છે.

આ મામલામાં સત્ય હકીકત કેટલી છે તે આવતા સમયની અંદર જ ખ્યાલ આવશે જો કે ઉપલેટામાં મોજ વેણુ ભાદર સહિતની નદીઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાના અનેક કિસ્સાઓને ફરિયાદો સામે આવે છે પરંતુ ફરિયાદીને ખનીજ ચોરી કરનારાઓ સામ-દામ દંડ ભેદ કે પછી તંત્રની ફૂટી જવાની અને ફરિયાદીનું નામ જાહેર કરવાની ગંદી અને હલકી કામગીરીને કારણે લોકોને વારંવાર જીવનું જોખમ ઊભું થતું હોવાના ભૂતકાળના કિસ્સાઓ પણ ઉપલેટા પંથકમાં સામે આવી રહ્યા છે જોકે ગુજરાત હાઇકોર્ટમાં ફરી વખત આ પ્રકારની બેદરકારી અને મીલીભગતની બાબતની ફરિયાદ થશે તો કેટલાય મોટા અધિકારીઓ અને સ્થાનિક રાજનેતાઓ છેલ ભેગા ચોક્કસ થશે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે તો કે આ ડેમ તૂટી જવાથી કેટલાય અધિકારીઓ અને કેટલાય પદાધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે અને હવે થોડા દિવસ ખનીજ ચોરી ઉપર તંત્ર રેડ ઉપર રેડ પાડશે અને કાર્યવાહી કરી રહ્યું હોય અને દબંગાઈ હોય તેવું દર્શાવવાનો પ્રયત્ન કરશે અને સાથે જ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરનારાઓને પણ મિલીભગતથી ચલાવનાર અધિકારીઓ સંદેશો મોકલાવી થોડો સમય બંધ રાખવા માટેની પણ સૂચનાઓ અને માહિતીઓ પહોંચાડી રહ્યા હોવાની ગુપ્ત માહિતીઓ સામે આવી રહી છે.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image