બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, માળીયા હાટીના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તા.20/21/22 ફેબ્રુઆરી માટે તડામાર તૈયારી - At This Time

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, માળીયા હાટીના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તા.20/21/22 ફેબ્રુઆરી માટે તડામાર તૈયારી


તા.20/2/23 ના દિવસે મહીલા સભા અને હરી કૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા તેમજ વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ

તા.21/2/23 ના દિવસે વિશ્વશાંતિ મહાયજ્ઞ બપોર સુધી બપોરબાદ ભગવાનની નગરયાત્રા

તા.22/2/23 ના દિવસે અક્ષર પુરસોત્તમ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ

ભાગ્ય મોટા આ ભૂમિના જ્યાં હર્યા ફર્યા હરી આપ... નું ગૌરવ ધરાવતી માળીયા હાટીનાની ભૂમિ, જ્યાં ભગવાન શ્રીસ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ શ્રીગુણાતીતાનંદ સ્વામી વખતો વખત પધારી પુનિત ચરણથી આ ધરા ને અનેક વખત પાવન કરી છે. આ સત્સંગ સરિતા વધારે નિર્મળ બની રહે એ માટે ગરવી ગુણાતીત પરંપરાએ માળિયા હાટીનાની ભૂમિને એક નૂતન મંદિરની ભેટ આપી છે.

આ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠાના માંગલિક પ્રસંગે વિશ્વમાં સર્વત્ર સુખ-શાંતિ, સમૃદ્ધિ અને મૈત્રી વધે તથા પરિવારમાં તમામ સભ્યોની સઘળી શુભકામનાઓની પૂર્તિના સુહેતુસર વિશ્વશાંતિ મહાયજ્ઞ તારીખ ૨૧-૦૨-૨૦૨૩, ફાગણ સુદ-૨, મંગળવાર
આયોજન કરેલ છે. આ વિશ્વશાંતિ મહાયજ્ઞની સેવાનો લ્હાવો લેવા માટે રૂ.૧,૦૦,૦૦૦/રૂ.૫૧,૦૦૦/રૂ.૨,૫૦૦/મુખ્ય યજમાન પદની સેવા ઉપ યજમાન પદની સેવા ( પાટલા સેવા) યજમાન પદની સેવાનો લાભ લઇ શકશે

તેમજ વાર્ષિક શ્રાધ્ધ, નાના તેમજ વડીલોની તીથી, આપના જન્મ દિવસ અને મેરેજ એનીવર્સરી કે કોઈપણ દિવસ નિમિતે તમે આજીવન થાળ કરાવવા માટે રૂ.3000/

આ ભગીરથ કાર્યનો લાભ લેવા ઇચ્છતા હોય તો સંપર્ક જોગીદાસ ભાઈ સીસોદીયા મો.97377 43600, રણજીત ભાઈ સીસોદીયા 99042 83000, પ્રતાપભાઈ ગાંગણા 9998992270, કાળુભાઈ ભલગરીયા 98247 61666

આ કાર્યક્રમ બી.એ.પી.એસ. શ્રીસ્વામિનારાયણ મંદિર, સાસણ દેવળીયા પાર્ક રોડ, માળીયા હાટીનાજી.જૂનાગઢ. ખાતે રાખેલ છેઃ

આ ભગીરથ કાર્યમાં દરેક હરિભક્તોએ ઉત્સાહ ભેર જોડાવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon