ભજન કીર્તન સહિત આરતી અને મહાપ્રસાદનો લ્હાવો લઈ ભાવિક ભક્તો ધન્ય બન્યા
*ભજન કીર્તન સહિત આરતી અને મહાપ્રસાદનો લ્હાવો લઈ ભાવિક ભક્તો ધન્ય બન્યા*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
ભાદરવા સુદ નોમ ના દિવસે રામદેવપીર મહારાજની નવરાત્રી નો આજે છેલ્લો દિવસ હોઈ આ દિવસે મંદિરો ઉપર ધ્વજારોહન કરવામાં આવતું હોય છે ત્યારે આ રામદેવપીર મહારાજના મંદિરો ઉપર તલોદ સહિત તાલુકા પંથકના ભાવિક ભક્તો દ્વારા નેજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનના ભાગરૂપે તલોદ માર્કેટયાર્ડ પાછળ ના મારવાડી પરિવાર દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ગોરા ખાતે આવેલ
રામદેવપીર મંદિર પહોંચી ત્યાં બાબારીને નેજા ચડાવી આરતી અને પ્રસાદનો લ્હાવો લીધો હતો..જ્યારે તલોદ ગામ બાપા સીતારામ ભજન મંડળ દ્વારા રૂપાલ ખાતે આવેલ - રામદેવપીર મંદિરમાં નેજા ચડાવી ભજન કીર્તન અને આરતી સાથે મહાપ્રસાદીનો લ્હાવો લઈ ભક્તો ધન્ય બન્યા હતા આ ન પ્રસંગે ભગવાન રામદેવપીર ની નીકળેલી શોભાયાત્રા માર્કેટયાર્ડ કેમ્પસ ખાતે આવી પહોંચતા ત્યાં ભાવિક ભક્તોએ સંગીતના તાલે રાસ ગરબા રમી આનંદ માણ્યો હતો.આ પ્રસંગે પ્રાંતીજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર શહેર ભાજપ પ્રમુખ દામોદરભાઈ પટેલ પણ ભગવાનની શોભાયાત્રામાં જોડાઈ તમામ ભાવિક ભક્તોને ભાદરવી નવરાત્રી ની શુભેચ્છાઓ પાઠવી બાબા રામદેવ સર્વે ભાવિક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી નોમની ઉજવણી કરવામાં આવતા તાલુકા પંથકમાં ભક્તિમય માહોલ પ્રસરી ગયો હતો..
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.