પોરબંદરના દેગામ ગામે સમસ્ત ગામ દ્વારા કાલે  રામદેવપીર મહારાજનો પોટોસત્વ યોજાશે - At This Time

પોરબંદરના દેગામ ગામે સમસ્ત ગામ દ્વારા કાલે  રામદેવપીર મહારાજનો પોટોસત્વ યોજાશે


બે દિવસય ચાલનારા ધાર્મિક પાટોસત્વમાં ભાવિકજનો, ગત ગંગા સતી-જતી ને લાભ લેવા પાઠવાયું આમઁત્રણ

ગોસા(ઘેડ) તા.૧૩/૦૧/ર૦ર૫
પોરબંદર તાલુકાના બરડા વિસ્તાના દેગામ ગામે શ્રી રામદેવજી મહારાજની તથા શ્રી ચામુંડા માતાજી ની અસીમ કૃપા થી સમસ્ત દેગામ દ્વારા નકલંક નેજાધારી બાબા રામદેવજી મહારાજના બાર પહોર પટોત્સવનું બે દિવસીય ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. દેગામ ગામે મહેર સમાજ શ્રી ચામુંડા માતાજી મંદિર મુકામે નકલંક નેજા ધારી બારબીજ ના ઘણી રામદેવજી મહારાજ ના બાર પહોર પટોત્સવનું સંવત ૨૦૮૧,પોષ વદ-૧ ને મંગળવાર તા.૧૪/૦૧/ર૦ર૫ થી તા.૧૫/ ૦૧/ર૦ર૫ એમ બે દિવસીય ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરાયેલ છે.દેગામ મહેર સમાજ ખાતે સમસ્ત ગામ દ્વારા કરાયેલ રામદેવજી મહારાજના બાર પહોર પટોત્સવમાં તા. ૧૪ ને મંગળવાર રોજ સવારના ૮:૦૦ વાગ્યે હોમ હવન નો કાર્યક્રમ યોજાશે. જયારે સાંજના ૪:૦૦ કલાકે બાબા રામદેવજી મહારાજ ના બાર પહોર પાટોત્સવના સામૈયા કરવામાં આવશે. જેમા સમસ્ત દેગામ વાસીઓ તેમજ ઉપસ્થિત સંતગણ ગત ગંગા સતી જતી સહિતના ધાર્મિક પ્રેમી ભાઈ- બહેનો વિશાળ સંખ્યામાં સામૈયામાં જોડાઈ બાબા રામદેવજી મહારાજના ગુણ ગાન ગાતા ગાતા શ્રી ચામુંડા મંદિરે ૬ વાગ્યાની આસપાસ પહોંસશે .ત્યાર બાદ સાંજના ભોજન પ્રસાદી રાખવામાં આવેલ છે. ભોજન પ્રસાદી બાદ સાંજના રામદેવજી મહારાજના બાર પહોર પાટોત્સવ ની સ્થાપના કરી ૧૦ કલાકે જયોત પ્રાગટય વિધિનો કાર્યક્રમ યાજાશે. જે અખંડ ૩૬ કલાક સુધી અવિરત ચાલુ રહેશે. સતત બે દિવસીય ચાલુ રહેલ આ ધાર્મિક મહોત્સવ ના કરાયેલ આયોજનમાં ભોજન ભજન અવિરત ચાલુ રહેશે.તેમજ બે દિવસીયના આ કાર્યક્રમમાં નામી અનામી ભજનિકો ભજનોની રમઝટ બોલાવશે. સતત ૩૬ કલાક ચાલનારા આ રામદેવજી મહારાજ ના બાર પહોર પાટોત્સવના ગાદીપતિ તરીકે જયેશગીરી બાપુ બિરાજમાન થશે. જયારે કોટવાર તરીકે રામદેવ ભક્ત પ્રેમજી ભગત સતત બે દિવસીય અખંડ કોટવારી નીભાવશે. ત્યારે સતત બે દિવસ ચાલનારા આ ધાર્મિક મહોત્સવના કાર્યક્રમનો લાભ લેવા સૌ ગત ગંગા સતીજતી અને ધર્મ પ્રેમી ભાઇઓ- બહેનોને સમસ્ત દેગામ ગ્રામજનો તરફથી ભાવ ભર્યુ આમંત્રણ પાઠવ્યુ છે.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.