રાષ્ટ્રીયગ્રામીણ આજીવિકા મિશન થકી આજે મહિલાઓ અબળા નહીં સબળા બની છે. તેનું શ્રેયપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણી આ સંવેદનશીલ સરકારને આભારી છે.આત્મનિર્ભર તરફ મહિલાઓ આગળ વધી રહી છે-મંત્રીશ્રી નિમિષાબેન સુથાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા ડો. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રીમતી ડો.નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથો માટે બેન્ક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પ તથા યોજનાકીય ધિરાણ-મંજુરી પત્રો અને ચેક વિતરણનો કાર્યક્રમ વહિવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠા હિંમતનગર દ્વારા યોજાયો હતો. જેમાં સ્ટેજ ઉપર રૂપિયા ૨૦ લાખના ચેક તથા જિલ્લાની ઓવર ઓલ બહેનોને વિવિધ તાલુકામાંથી આવેલી બહેનોને અંદાજે રૂપિયા ૧૨.૩૧ કરોડનુ વિવિધ બેન્કો દ્વારા ધિરાણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારને ટ્રોફી પ્રમાણપત્ર તથા યોજનાકીય મંજૂરીપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ડો. નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી આજે મહિલાઓ પગભર થઇ છે આજે મહિલાઓ અબળા નહીં સબળા સાબિત થઈ છે જેનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને જાય છે. આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત તરફ મહિલાઓ આગળ વધી રહી છે અને પંડિત દીન દયાળ ઉપાધ્યાયનું સ્વપ્ન હતું છેવાડાના માનવીનુ કલ્યાણ એ સ્વપ્ન આજે સાકાર થઇ રહ્યું છે. આજે પ્રથમ વખત સાબરકાંઠા જિલ્લામાં આવવાનું થયું અને આજે વિશાળ સંખ્યામાં માતા બહેનોના દર્શન અને આશીર્વાદ
ના અવસરને ધન્યતા અનુભવું છું. મહિલાઓને એક પ્લેટફોર્મની જરૂર છે જે મિશન મંગલમ થકી પૂરું પડાયું છે. કોરોના કાળમાં પણ સખી મંડળની બહેનોએ માસ્ક બનાવીને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું
છે. સાથે સાથે હાથ બનાવટની અને ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરીને આર્થિક ઉપાર્જન મેળવવા સરાહનીય કામ કર્યું છે. મહિલાઓ પાસે હુન્નર અને કળા કૌશલ્ય પડેલું છે.
સુરતની વલોડની બહેનો દ્વારા લિજ્જત પાપડ બનાવીને બ્રાન્ડિંગ કરી કરોડો રૂપિયા આજે કમાય છે. ડાંગ વલસાડની બહેનો પણ નાગલી તેમજ બેકરી ઉદ્યોગ અને વલસાડની બહેનો ગાલીચાના ઉદ્યોગ ઉત્પાદન થકી સારું હુડિયામણ વિદેશમાંથી પણ મેળવે છે. બહેનોને ઘરના બાળકોને સંસ્કાર તથા પાલનની જવાબદારી સાથે પૂરક વ્યવસાયથી આગળ વધીને ઘરનું ગુજરાત ચલાવે છે. મહિલાઓના નામે ઘરની મિલકતો આજે થઈ છે.પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલાના નામે છે. ઉજ્વલા યોજના થકી બહેનોને આરોગ્ય કવચ મળ્યું છે. સાથે પી.એમ.જે.વાય કાર્ડથી કુટુંબમાં માંદગી વખતે મદદ મળે છે. જન ધન ખાતા ખોલીને સીધા પૈસા તેમના ખાતામાં જમા થાય છે. આત્મનિર્ભર ભારત રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓની મોટી ભૂમિકા રહી છે અને તેઓ સુપેરે નિભાવી રહી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેકને સરકારી નોકરી મળે તે શક્ય નથી પણ બહેનો સ્વસહાય જૂથો ઊભા કરીને આર્થિક પ્રવૃત્તિ કરીને રોજગારી મેળવી શકે છે અને બીજાઓને રોજગારી આપી શકે છે અને જીરો ટકાએ સરકાર વ્યાજ રહિત લોન આપે છે.મહિલા સશક્તિકરણના
રોજગારી આપી શકે છે અને જીરો ટકાએ સરકાર વ્યાજ રહિત લોન આપે છે.મહિલા સશક્તિકરણના અનેક અવસરો પ્રદાન કરે છે. શાહુકારોના ચુંગાલમાંથી આ સ્વસહાય જૂથ કુટુંબને ઉગારે છે. તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યા કુવરબાએ જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પોતાના પરિશ્રમ થકી ઉજાગર કરે છે. મુદ્રા યોજના, બેટી પઢાઓ બેટી બચાવોનું કામ પણ મહિલાઓ કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પણ મહિલા સશક્તિકરણનું ગુજરાતમાં ઉત્તમ કામ કર્યું છે. આ સરકારે વ્યાજખોરોના ચુંગાલમાંથી સખી મંડળના માધ્યમથી ઉગારવાનું કામ કર્યુ છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સ્વસહાય જુથોને સામૂહિક ધિરાણ આપવાની પહેલ વર્ષ ૨૦૧૧માં લાઇવલીહુડ કંપની દ્વારા શરૂ કરવામાં આવી.જેનો સીધો ફાયદો સખીમંડળોને મળી રહ્યો છે. એક લાખથી દસ લાખ સુધીનું ધીરાણ બહેનોને પગભર થવા મળે છે. આ આર્થિક ઉપાર્જન માટે આપવામાં આવે છે. અને સાથે બેંકો અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી સુંદર પરિણામો જિલ્લામાંમળ્યા છે. ધિરાણ અંગેની આંકડાકીય વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ દ્વારા સૌને આવકારી આજીવિકા મિશનના ઉદ્દેશો અંગે સુંદર સમજ આપી હતી. સૌ ઉપસ્થિત મહાનુભાવો અને બહેનોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી યતિનબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ,
તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠન અગ્રણીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ બેંકોના મેનેજરો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.