અંબાજી ખાતે ગુજરાત - રાજસ્થાન ને જોડતી સરહદ છાપરી પર સુરક્ષા વધારાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tktifkplzczgs21q/" left="-10"]

અંબાજી ખાતે ગુજરાત – રાજસ્થાન ને જોડતી સરહદ છાપરી પર સુરક્ષા વધારાઈ


અંબાજી ખાતે ગુજરાત - રાજસ્થાન ને જોડતી સરહદ છાપરી પર સુરક્ષા વધારાઈ.....

આતંકી હુમલા ને લઇ રાજ્ય ની તમામ બોર્ડર ચોકીઓ પર હાઈ - એલર્ટ જાહેર કરાયું.....

અંબાજી નજીક ની છાપરી અને જાંબુડી ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત....

ગુજરાત ના પવિત્ર યાત્રાધામ અંબાજી સુરક્ષા માં વધારો કરવામાં આવ્યો છે ત્યારે નજીક આવેલ ગુજરાત - રાજસ્થાન ને જોડતી સરહદ છાપરી ચેક પોસ્ટ ખાતે પણ સુરક્ષા વધારાઈ છે .

સુરક્ષા એજન્સીઓ હાઈ - એલર્ટ પર છે. તા.૬ જૂન ના રોજ એક ધમકીભર્યા પત્ર દ્વારા " દેશ ના તમામ રાજ્યોની સુરક્ષા એજન્સીઓ ને સૂચના અપાઈ હતી અને એલર્ટ રહેવા જણાવાયું હતું ત્યારે ગુજરાત ના મોખરા ના યાત્રાધામોમાનું એક એવા અંબાજી ખાતે પણ સઘન સુરક્ષા માં વધારો કરવામાં આવ્યો છે .અંબાજી નજીક આવેલ ગુજરાત - રાજસ્થાન ને જોડતી સરહદ છાપરી ખાતે પણ સુરક્ષા વધારવામાં આવી છે બે રાજ્ય ને જોડતી સરહદ છાપરી ચેક પોસ્ટ ખાતે સુરક્ષા અર્થે હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવી છે .
ગુજરાત - રાજસ્થાન ને જોડતી સરહદ હોવાથી દિવસ દરમિયાન હજારો ની સંખ્યા માં વાહનો ની અવર - જવર રહેવાના લીધે આવતા જતાં દરેક વાહનો નું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે .તો બીજી તરફ અંબાજી પાસે આવેલ કોટેશ્વર ધામ નજીક ની જાંબુડી ચેક પોસ્ટ ખાતે પણ સઘન સુરક્ષા માં વધારો કરવામાં આવ્યો છે . આતંકવાદી આત્મઘાતી હુમલા ને ધ્યાન માં રાખી ને બનાસકાંઠા પોલીસ ને એલર્ટ રહેવા જાણ કરાઈ છે.

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]